ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મનપાએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે SOP બનાવી, વેન્ડર્સને જાળવવું પડશે સોશિયલ ડિસ્ટન્સ - ટેક્સટાઇલ ઉદ્યોગ

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસોના કારણે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ બાદ હવે સુરત મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે SOP તૈયાર કર્યો છે. SOP પ્રમાણે તમામ વેન્ડર્સને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું પડશે.

Surat Municipal Corporation
સુરત મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે SOP બનાવાઇ

By

Published : Sep 10, 2020, 11:57 AM IST

સુરત: છેલ્લાં કેટલાંક દિવસથી ફરી કોરોના કેસોમાં વધારો થતાં સુરત મહાનગર પાલિકા હરકતમાં આવી છે. આ વખતે સ્ટ્રીટ વેન્ડર્સના કારણે જે રીતે કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી સ્ટ્રીટ વેન્ડર્સ એસોસિયેશન સાથે બેઠક કરી ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. SOP આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, તમામ સ્ટ્રીટ વેન્ડર્સ નોકરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. જે સ્ટ્રીટ વેન્ડર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે. તેમને અલગથી ટ્રીટમેન્ટ સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જે લોકોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેવો જ સ્ટ્રીટ વેડરિંગ કરી શકશે.

સુરત મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે SOP બનાવી, વેન્ડર્સને કરવું પડશે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન

બંછાનિધી પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને રાત્રીના 10 વાગ્યા બાદ જે વિસ્તારોમાં વધારે ભીડ એકત્રિત થતી હોય છે. તે વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી. ત્યાં નિયમનું પાલન કરાવવામાં આવશે. ખાસ કરીને જે વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા બાદ ભીડ એકત્રિત થતી હોય તે વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટનસિંગ સાથે નિયમનું પાલન કરવા બદલ બંધ પણ કરી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details