ગુજરાત

gujarat

By

Published : Apr 29, 2020, 10:07 AM IST

ETV Bharat / state

Covid-19 અંગે સુરત મનપા કમિશ્નરે ઉડીયા ભાષામાં નિવેદન આપી ઓરિસ્સાના લોકોને જાગૃત કર્યા

સુરત શહેરના મનપા કમિશ્નરે સુરતમાં રહેતા ઓરિસ્સાના લોકો માટે આજે ખાસ ઉડીયા ભાષામાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા છે. Covid 19 અંગે તેઓએ ઉડીયા ભાષામાં લોકોને જાગૃત કર્યા હતા.

Covid 19
Covid 19

સુરત : શહેરના મનપા કમિશ્નરે સુરતમાં રહેતા ઓરિસ્સાના લોકો માટે આજે ખાસ ઉડીયા ભાષામાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા છે. Covid 19 અંગે તેઓએ ઓરિસ્સા ભાષામાં નિવેદન આપી લોકોને જાગૃત કર્યા છે.

સુરતમાં કોરોના વાઇરસમાં 20 લોકોના મોત થયા છે. કોરોના મહામારી ઝડપથી વધી રહી છે. સુરતમાં અનેક રાજ્યના લોકો રહે છે. ઓરિસ્સાના 7 લાખ નાગરિકો સુરતમાં રહે છે. જેથી તેઓએને જાગૃત કરવા માટે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછા નિધી પાનીએ ઉડીયા ભાષામાં લોકોને સાવધ કર્યા હતા.

Covid 19 અંગે સુરત મનપા કમિશ્નરે ઓરિસ્સા ભાષામાં નિવેદન આપી લોકોને જાગૃત કર્યા

તેમણે કહ્યું હતું કે, "જ્યારે પણ તમે બહાર રહો કે ઘરમાં રહો વારંવાર 40 સેકન્ડ હાથ ધોવાનું રાખો. જ્યારે પણ બહાર જાવ ત્યારે સોશિયલ ડિસ્ટન્ટ જરૂર રાખો. કોઇપણ જગ્યા પર હાથ લગાવો ત્યારે હાથને ફરજીયાત સેનેટાઇઝ કરો. તેમજ જ્યારે પણ શાકભાજી, મેડિકલ અથવા કરિયાણાની ખરીદી કરો ત્યારબાદ હાથ ધોવાનું રાખવું. મીઠાના પાણીથી કોગળા કરવા. ગરમ પાણી પીતા રહેવું અને બાફ લેતા રહેવું."

આમ, સુરત પાલિકા કમિશ્નરે ઓરિસ્સાના લોકોને તેમની ભાષા કોવિડ 19થી બચવા માટેના જરૂર સૂચનોની જાણકારી આપી હતી.

નોંધનીય છે કે, મોટાભાગે ઓરિસ્સાના લોકો સુરતમાં શ્રમિક તરીકે લુમ્સ કારખાનામાં નોકરી કરે છે. તેઓમાં કોવિડ-19 અંગે જાગૃતિ આવે એ માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ ખાસ વીડિયો સંદેશ તેમને ઉડીયા ભાષામાં મોકલવામાં આવ્યા છે. પોતે મનપા કમિશ્નર ઓરિસ્સાના રહેવાસી છે.

ABOUT THE AUTHOR

...view details