સુરતમાં થિયેટર બહાર પોલીસ બંદોબસ્ત સુરત:શાહરૂખ ખાનની વિવાદિત પઠાણ ફિલ્મ આજે રીલીઝ થઇ છે. થિયેટરોમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરતમાં થિયેટર બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રીલીઝ પહેલા આ ફિલ્મના 'બેશરમ રંગ' ગીતને લઈને ભારે વિવાદ પણ સર્જાયો હતો .જેની અસર સુરતમાં પણ જોવા મળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક થિયેટર બહાર પોસ્ટર પણ ફાડી વિરોધ કરવામાં આવ્યા હતો.
વિવાદમાં આવેલી પઠાન ફિલ્મ:'બેશરમ રંગ' ગીત ને લઇ વિવાદમાં આવેલી પઠાન ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ગીત સામે આવ્યું હતું ત્યારથી જ ઠેર-ઠેર તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. આ ફિલ્મના બેશરમ ગીતને લઈને વિરોધનો સુર હિન્દૂ સંગઠનો દ્વારા ઉઠ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં આવેલા થિયેટરોમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પઠાણ ફિલ્મના પોસ્ટરો પણ થિયેટર ખાતે ફાડી વિરોધ નોંધવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝ ન થાય તેવી માંગ પણ વીએચપી દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો Pathaan Blockbuster : શાહરુખ-દીપિકાની જોડી 8 વર્ષ પછી આવી પડદા પર
વિરોધની અસર:દેશભરમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ આ વિરોધની અસર જોવા મળી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રાંદેર ખાતે આવેલી રૂપાલી સિનેમા ખાતે લગાવવામાં આવેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે વીએચપીના પાંચ કાર્યકરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો હતો સમગ્ર ઘટનામાં 5 લોકો ની અટકાયત કરવામાં આવી હતી. આજે આ ફિલ્મ રીલીઝ થઇ છે. ત્યારે અહી થીયેટર બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અહી ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો Pathaan Twitter Review: ફર્સ્ટ હાફ બ્લોકબસ્ટર, સલમાને ધડાકો કર્યો
પોલીસ બંદોબસ્તની માંગણી:થિયેટરના મેનેજર સંજયભાઈએ જણાવ્યું હતું કે, થિયેટરમાં 6 શો ચાલે છે. ફિલ્મમાં જે સીનને લઈને વિરોધ હતો તે હટાવી લેવામાં આવ્યો છે. ફિલ્મના વિરોધને ધ્યાનમાં રાખી અમે થિયેટર બહાર પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી.કારણ કે સવારે ફિલ્મ જોવા વાળા મોટાભાગે પરિવાર સાથે આવતા હોય છે. કોઈ ડર જેવો માહોલ નથી. શાંતિપૂર્ણ માહોલમાં લોકો ફિલ્મ નિહાળી રહ્યા છે.
ભયનો માહોલ:સુરતમાં એક પણ થિયેટરમાં ધમાલ થયા હોવાની કે વિરોધ થયા હોવાની ફરિયાદ સામે આવી નથી. થોડા દિવસ પહેલા સુરતના રૂપાલી સિનેમામાં જે રીતે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેના કારણે થિયેટર અને મલ્ટીપ્લેક્સના સંચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેના કારણે શહેરના અનેક થિયેટર સંચાલકોએ પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી.