ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Monsoon News: હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ભરાયા ઘૂંટણ સમા પાણી, દર્દીઓને ભારે હાલાકી

બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાય જવાના બનાવો બન્યા હતા. સૌથી ખરાબ હાલત પલસાણા તાલુકાનાં કડોદરા અને ચલથાણમાં થઈ હતી. કડોદરા ચાર રસ્તા નજીક તેમજ ચલથાણની સંજીવની હોસ્પિટલ અને બજાર વિસ્તારમાં પાણી ભરાય જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સર્વિસ રોડ પર પાણી ભરાય જવાથી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

surat-monsoon-news-heavy-rains-in-kadodara-and-chalthan-of-palsana-taluk
surat-monsoon-news-heavy-rains-in-kadodara-and-chalthan-of-palsana-taluk

By

Published : Jun 28, 2023, 4:56 PM IST

બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાય જવાના બનાવો

બારડોલી:સુરત જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર થઈ છે. સતત ચાલુ રહેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાય જતાં વાહન વ્યવહારને પણ અસર થઈ છે. ચલથાણની સંજીવીની હોસ્પિટલની બહાર ઘૂંટણસમા પાણી ભરાય જતાં દર્દીઓને ભારે હલકી વેઠવી પડી હતી. તંત્રની બેદરકારીને સર્વિસ રોડ પર પણ પાણી ભરાય જવાથી હોસ્પિટલમાં જતાં આવતા લોકોની મુશ્કેલી વધી જવા પામી હતી.

હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ભરાયા ઘૂંટણ સમા પાણી

તંત્રની પોલ ખુલી:સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું વિધિવત અને ધમાકેદાર આગમન થઈ ગયું છે. પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢતા અનેક જગ્યાએ પાણી ભરાય જવાને કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તો ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત જિલ્લામાં મંગળવારથી સતત વરસાદ વરસી રહ્યો છે.

સૌથી વધુ વરસાદ કામરેજમાં:તાલુકા વાર વરસાદની વાત કરવામાં આવે તો બુધવારે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં 4.68 ઇંચ, બારડોલીમાં બે ઇંચ, ઓલપાડમાં અડધો ઇંચ, માંગરોળમાં 1 ઇંચ, ઉમરપાડામાં 1.18 ઇંચ, માંડવીમાં 3.35 ઇંચ, પલસાણામાં 2.51 ઇંચ, મહુવામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

સર્વિસ રોડ પર ભરાયા પાણી:કડોદરા ચાર રસ્તા નજીક તેમજ વરેલી ગામ પાસે સુરત તરફના હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાય જતાં વાહન ચાલકો અટવાયા હતા. સ્થાનિક લોકોએ પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા. ટ્રાફિક જામ થતાં કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.

ચાલથાણની હોસ્પિટલ અને બજાર જળમગ્ન:કડોદરા નજીક ચલથાણ ગામની સંજીવની હોસ્પિટલ જવાના નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર તેમજ હોસ્પિટલમાં જવાના આંતરિક રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાય જતાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર્દીઓએ હોસ્પિટલ સુધી પહોંચવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આ ઉપરાંત ચલથાણમાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય ગયા હતા. વિવેકાનંદ કોમ્પ્લેક્સની અનેક દુકાનોમાં પાણી ભરાય જતા દુકાનદારો તેમજ ગ્રાહકોને હાલાકી વેઠવી પડી હતી. પ્રથમ વરસાદે જ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.

  1. Rajkot Rain: રાજકોટમાં મેઘમહેર, ધોરાજીમાં સૌથી વધુ 250 mm વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ
  2. Surat Monsoon News : ચોમાસાની શરૂઆતમાં જ પ્રી-મોનસૂન કામગીરી નાપાસ, મેયર ઉતર્યા મેદાને...

ABOUT THE AUTHOR

...view details