સુરત:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભારતી જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક તથા વેપારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શહેરના તમામ ઉદ્યોગ પતિઓ, ધારાસભ્યો તથા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને LED સ્ક્રીન મારફતે વિવિધ યોજનાઓ અને કાર્યો વિષે માહિતગાર કર્યા હતા.
Modi government 9 years: તમે મત આપશો એટલે 400 થઇ જ જવાના છે: સી.આર.પાટીલ - ETVBharat Gujarat SuratCrpatilSpich
સુરતમાં આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભારતી જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક તથા વેપારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શહેરના તમામ ઉદ્યોગ પતિઓ, ધારાસભ્યો તથા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને LED સ્ક્રીન મારફતે વિવિધ યોજનાઓ અને કાર્યો વિષે માહિતગાર કર્યા હતા.
કોગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, કોગ્રેસીયો કેહતા હતા કે કબ બનેગા રામ મંદિર તારીખ તો બતાવો તો હું તેઓને કેહવા માંગુ છુંકે, 2024માં તેઓ અત્યારથી ટિકિટ કરાવી લેય રામ લાલા મંદિર બનીને તૈયાર થઇ જશે. સોમનાથનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠામાં તાત્કાલીન વડાપ્રધાન જવાલાલ નહેરુએ રાષ્ટ્રપતિને જવા માટે ના પાડી હતી. વધુમાં જણાવ્યુંકે, સોમનાથનું મંદિર તૂટ્યું ઉતારી પાડવામાં આવ્યું આપણા સરદાર વલ્લભભાઈ પટેલે તેનું જીણોદ્વાર કર્યો તે વખતના રાષ્ટ્રપતિને તેઓ પ્રાણ પ્રતિષ્ઠા માટે બોલાવ્યા હતા. પરંતુ તે સમયના તાત્કાલીન વડાપ્રધાન જવાલાલ નહેરુએ આ કાર્યક્રમમાં જવા માટે ના પાડી હતી.તો રાષ્ટ્રપતિજીએ કહ્યું હતું કે,સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યાં મારે જવું જોઈએ ત્યારે તેઓ એ કાર્યક્રમમાં આવ્યા હતા.
ફીર એક બાર મોદી સરકાર લેકિન અબકી બાર 400 કે પાર:વધુમાં જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાગરિકોનો આભાર વ્યક્તિ કરે છે કારણકે, એક નહિ બે વાર પેહલી વખત 283 સીટ સાથેની સરકાર તમે બધાએ બનાવી આપી બીજી વાર 303 સીટ સાથેની બહુમતીની સરકાર એ પણ તમે બધાએ બનાવી આપી એટલે તેમનું સૂત્ર છેકે, દેશનો આભાર પૂર્ણ બહુમત કી સરકાર વિશ્વાસ હી વિકાસ કા આધાર તો આપણે સૌ એક વાર કહીએ ફીર એક બાર મોદી સરકાર લેકિન અબકી બાર 400 કે પાર તમે મત આપશો એટલે 400 થઇ જ જવાના છે.દેશના વડા પ્રધાને 9 વર્ષમાં આ પ્રકારનો પાયો નાખ્યો છે.જે થકી દેશ મજબૂત બન્યો છે.અને હવે આવનારા 25 વર્ષની અંદર જે બિલ્ડીંગ ઇમરતો બનાવી છે.તે એટલી મજબૂત હોય આ દેશ મજબૂત હોય કે આવનારા 25 વર્ષ પછી દુનિયામાં સૌથી શક્તિ સાડી દેશ ભારત દેશ હશે.