ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતમાં 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ

સુરતના પાંડેસરામાં 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક ને એક દીકરી હોવાથી પરિવારને પણ આઘાત લાગ્યો છે. આત્મહત્યાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ આ દીકરીને આત્મહત્યા ક્યાં કારણોસર કરી તે જાણી શકાયું નથી.

Surat News : સુરતમાં 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ
Surat News : સુરતમાં 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ

By

Published : Jun 23, 2023, 10:38 PM IST

સુરતમાં 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ

સુરત : શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવી જ રીતે આજે ફરી એક વખત 12 વર્ષની કિશોરીએ જીવન ટૂંકાવતા પરીવારમાં સોપો પડી ગયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઇન્ટ પાસે ઇન્દ્રાનગરમાં રહેતી 12 વર્ષીય રેશ્મા ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર આત્મહત્યાનું પગલું ભરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આત્મહત્યા પાછળનું કારણ : આત્મહત્યાની ઘટનાની જાણ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું, કારણ કે, પરિવારની એક ને એક દીકરી હતી. તો બીજી બાજુ પાંડેસરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેશમાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ ઘટના ગઈકાલે સાંજે 5:00 વાગ્યાના અરસામાં બની હતી. પાંડેસરા પોલીસને સિવિલ પોલીસ ચોકી દ્વારા વર્ધી લખવામાં આવતા જ અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મૃતક રેશ્મા રામસેવક પાસવાન જેઓની પોસ્ટમોટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કિશોરીના પિતા જેઓ છૂટક ટેમ્પો ડ્રાઇવરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઘટના સમય દરમિયાન પિતા નોકરી પર હતા અને પરિવાર બહાર માર્કેટમાં ગયો હતો. તે સમય દરમિયાન જ દીકરીએ આ પગલું ભર્યું હતું. - હિતેશ બોમડીયા (પોલીસ કોન્સ્ટેબલ)

દીકરીનો મૃતદેહ જોઈને માતા બુમાબુમ : વધુમાં જણાવ્યું કે, પરિવાર ઘરે આવતા જ રેશમાના મૃતદેહ જોવા મળતા માતા બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક રેશમાને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. પરિવારમાં બાળકો અને એક દીકરી હતી અને તેમની માતા પણ નોકરી કરીને પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. રેશમાને શારીરિક તકલીફો હોવાને કારણે તેઓ ધોરણ ચાર સુધી જ અભ્યાસ કર્યો હતો. તેઓ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

  1. Surat News : સુરતમાં ખાખી પાછળ ધબકતું હૃદય, નિરાધાર બાળકીની પોલીસ કર્મીઓ કરી રહ્યા છે સંભાળ
  2. Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
  3. Ahmedabad Crime News : અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકની આત્મહત્યા, પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં પગલું ભર્યું

ABOUT THE AUTHOR

...view details