સુરત : દેશભક્ત સુરક્ષા કર્મીના કારણે 1962ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા રાજસ્થાનના જવાનના પરિવારને છ દાયકા બાદ તેમની તસ્વીર મળી શકે છે. શહિદના પરિવારજનો ગામમાં તેમના પુત્રની પ્રતિમા સ્થાપિત કરવા માંગતા હતા, પરંતુ ફોટોગ્રાફના અભાવે તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી. તેઓ દુઃખી હતા, પરંતુ એક સુરક્ષા ગાર્ડના કારણે 60 વર્ષ બાદ તેમને તેમના શહીદ પુત્રનો ફોટો મળ્યો હતો.
શું છે સમગ્ર વાત : રાજસ્થાનના જોધપુર જિલ્લાના ડાબરી ગામના સુજાન સિંહ 1962ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયા હતા. આખા પરિવારને તેમની શહાદત પર ગર્વ હતો, પરંતુ પરિવારમાં સુજાન સિંહની કોઈ તસવીર ન હતી, જેના કારણે શહીદ પરિવાર ઈચ્છે તો પણ તેમની પ્રતિમા સ્થાપિત કરી શક્યો ન હતો. જેના કારણે પરિવાર દુઃખી હતો. શહીદના પરિવાર દ્વારા તેમના ઘરના દીકરાનીની તસવીર દરેક જગ્યાએ શોધવામાં આવી હતી, પરંતુ તેમની તસવીર મળી ન હતી. પરિવારએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, 60 વર્ષ બાદ શહીદ જવાનની તસવીર રાજસ્થાનથી દૂર ગુજરાતના સુરત શહેરમાં એક સુરક્ષા કર્મી પાસેથી મળશે. જે તસવીર પરિવારના લોકો પાસે મળી નથી તે અજાણ્ય સુરક્ષા કર્મી પાસેથી મળી આવી હતી.
સૈનિકોના પરિવારોની માહિતી એકત્ર કરી રહ્યા :બહાદુર સુજાન સિંહના પરિવારજનોએ ઘણો પ્રયાસ કર્યો પણ ફોટો ન મળ્યો. થોડા દિવસો પહેલા કંઈક એવું બન્યું કે પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો. જ્યારે તેમને ખબર પડી કે ગુજરાતના સુરતમાં સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર સિંહ ગુર્જર પાસે શહીદ સુજાન સિંહનો ફોટો છે. સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના સુરક્ષા ગાર્ડ જીતેન્દ્ર સિંહ ગુર્જર વર્ષોથી ભારત માટે યુદ્ધ ભૂમિમાં ઉતરનાર અને તેમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારોની માહિતી એકત્ર કરી રહ્યા છે.