સુરત: સુરતમાં ભૂતકાળમાં અવાર નવાર ગાંજો તેમજ ડ્રગસનો જથ્થો ઝડપાયો છે, તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા "નો ડ્રગસ ઇન સુરત સીટી" અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત એસઓજી પોલીસને વધુ એક વખત ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે.
Surat Marijuana Seized: પતરાની રૂમમાં સંતાડ્યો લાખોનો ગાંજો, આ રીતે પોલીસે ઝડપ્યો - Surat crime news
વરાછા પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પતરાની રૂમમાં સંતાડવામાં આવેલો 6.10 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ રૂમ ભાડે રાખી ગાંજાનો જથ્થો સંતાડનાર ઓરિસ્સાવાસી ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઓરિસ્સા વાસી ઇસમને વોન્ટેડ જાહેર કર્યો: એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, વરાછા પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સાઈડ લાઇન ન.2 મકાન નંબર 24/એ ની અગાસી પર બનાવવામાં આવેલા પતરાની રૂમ ચેક કરતા અહીંથી 6.10 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીં મળી આવેલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ અહીં રુમ ભાડે રાખી આ ગાંજાનો જથ્થો સંતાડી રાખનાર ઓરિસ્સાવાસી ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ આ મામલે વરાછા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Modi surname defamation case: માનહાનિ કેસમાં સજા વિરુદ્ધ રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટમાં જશે
એસઓજીના પી.આઈ એ પી ચૌધરીએ જણાવ્યું હતું કે, વરાછા ખાતે આવેલા પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સંતરાયેલા 61 કિલો ગાંજો મળી આવ્યો છે. એમ્બ્રોઈડરી સાઈડ ના નંબર બે ના મકાન નંબર 24 એ ની અગાસીમાં બનાવવામાં આવેલા પતરાના રૂમમાં આ ગાંજો સંતાડીને રાખવામાં આવ્યા હતા. આ ગાંજાની કિંમત 6.10 લાખ રૂપિયા છે. આ ગાંજો સંતાડીને રાખનાર ઓરિસ્સા વાસી વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાલે NDPS એકટ મુજબ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. આ ગાંજો કઈ રીતે સુરતમાં આવ્યો અને કોણ લોકો એમાં સામેલ છે તે અંગેની તપાસ કરી રહી છે.