ચોકાવનારી બાબત આ છે કે, આ સમગ્ર ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ સામેલ છે. આ કૃત્યમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતો તેની સામે પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.
સુરતમાં એક વિપારીને હેની ટ્રેપમાં ફસાવી 70 હજાર પડાવી લીધા - sweta singh
સુરત : શહેરમાં અવાર નવાર હની ટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એક વાર વેપારી આ ષડયંત્રનો ભોગ બન્યો છે. પુણામાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી 70 હજાર રૂપિયા પડાવી લીધા. જેમાં એક મહિલા દ્વારા વેપારીને ફ્લેટમાં બોલાવી અંગત પળોના ફોટોના પાડી વાયરલ કરવા અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
![સુરતમાં એક વિપારીને હેની ટ્રેપમાં ફસાવી 70 હજાર પડાવી લીધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3164565-thumbnail-3x2-sur.jpg)
સુરત સિટીમાં અવાર નવાર હની ટ્રેપમાં વેપારીઓ અને મોટા લોકોને ફસાવવા માટેની ગેંગો સતત સક્રિય જોવા મળી રહી છે. પુણગામ વિસ્તારમાં આવેલ અક્ષર ટાઉનસીપીમાં એક ફેલટમાં વેપારીને મહિલાને શારીરક સુખ માણવા બોલાવામાં આવ્યો હતો. બાદ અંગત પળોના ફોટો વિડીયો ઉતારી લીધા હતા.
વેપારી ગભરાઈ જઈ ને તાત્કાલિક પહેલા 60 હજાર અને 10 હજાર એમ 70 હજાર રોકડા રૂપિયા આપી દીધા હતા. બાદ પણ આ ગેંગનો ત્રાસ વધતા વેપારીએ મહિધરપુરા પોલીસનો કોન્ટેક કર્યો હતો. પુણાગામ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા અને એક મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોસ્ટબલ જીતેન્દ્ર અને બીજા બે ઈસમો સામે મળી કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તાત્કાલિક પોલીસે એક ઈસમ સુનિલ સાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. પણ નવાઈની વાત એ છે કે, સુરત પોલીસનો એક જવાન આટલી નીચી હદનું કામ કરતા સુરત પોલીસનું નામ ખરડાયું છે. હાલમાં તો મહિલા અને પોલીસ જવાન ફરાર છે તે લોકોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.