ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Luxury Buses Issue: મુસાફરોનો કસ કાઢયા બાદ ફરીથી પ્રાયવેટ બસને પ્રવેશ

સુરતમાં એક ચોક્કસ સમય સુધી પ્રવાસીઓ રઝડ્યા બાદ તંત્ર અને બસ ઑપરેટર્સ વચ્ચે સમજૂતીનો સેતું બંધાયો છે. જેનો લાભ હવે ફરીથી પ્રવાસીઓને મળી રહેશે. તમામ ખાનગી લક્ઝરી બસને સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. બસ સંચાલકોએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો હતો.

Surat Luxury Buses Issue: મુસાફરોને કહ કાઢયા બાદ હવે આજથી સુરતમાં ફરીથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશ કરશે
Surat Luxury Buses Issue: મુસાફરોને કહ કાઢયા બાદ હવે આજથી સુરતમાં ફરીથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશ કરશે

By

Published : Feb 23, 2023, 9:40 AM IST

આજથી સુરતમાં ફરીથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશ કરશે

સુરતમાં:ફરીથી સુરતમાં તમામ ખાનગી લક્ઝરી બસને એન્ટ્રી કરવા દેવામાં આવશે. બસ સંચાલકોએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસથી ખાનગી લક્ઝરી બસ સુરત બહાર વલાક પાટિયા પાસે પ્રવાસીઓને ઊતારી દેતી હતી. ત્યાં જ ડ્રોપ પણ કરતા હતા. જેથી શહેરના પેસેન્જરને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા બે દિવસથી પેસેન્જરને વાલક પાટીયા પાસે ઉતારી દેતા હતા. ત્યાંથી જ મુસાફરોને બસમાં બેસાડતા હતા. જેને લઈને પેસેન્જરને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તારીખ 23/02/2023 ના રોજ સવારથી તમામ લક્ઝરી બસ સુરત શહેરમાં જાહેરનામાના અમલ કરતા તમામ પેસેંજરોને સુરતની અંદર ઉતારવામાં કરવામાં આવશે --દિનેશ અણગણ (સુરત લક્ઝરી બસ એસોસીએશન પ્રમુખ)

આજથી સુરતમાં ફરીથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશ કરશે

પીકપ અને ડ્રોપિંગ કરશે:સુરતમાં ફરીથી તમામ ખાનગી લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ કરી શકશે. છેલ્લા બે દિવસથી ખાનગી લક્ઝરી બસ સુરત બહાર વલાક પાટિયા પાસે પેસેન્જરને ઉતરતા હતા. ત્યાંથી જ ડ્રોપ પણ કરતા હતા. જેથી શહેરના પેસેન્જરને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેનો સીધો ફાયદો ઓટો રીક્ષા ચાલકો ઉઠાવી રહ્યા હતા.પેસેન્જર પાસે મન ફાવે તેવું ભાડું લઈ તેમને તેમના ગંતવ્ય સ્થાન ઉપર લઈ જતા હતા.જોકે હવે ફરીથી સુરત શહેરમાં પોલીસ જાહેરનામાના પાલન સાથે લક્ઝરી બસ શહેરમાં આવી પ્રવાસી મુસાફરોને પીકપ અને ડ્રોપિંગ કરશે.

આજથી સુરતમાં ફરીથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશ કરશે

આ પણ વાંચો Surat Private Bus Issue:બસ ઓપરેટરો અને MLA વચ્ચેના વિવાદમાં મુસાફરો ન ઘરના ન ઘાટના

પરિસ્થિતિનું નિર્માણ:કુમાર કાનાણીએ ટ્રાફિકના જાહેરનામાના પાલનને લઇને ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. જેમાં શહેરમાં ભારે વાહનો પ્રતિબંધિત સમયમાં પણ પ્રવેશી રહ્યા છે હોવાનો ઉલ્લેખ હતો. ખાનગી લક્ઝરી બસ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ બસ એસોસિએશન અને ધારાસભ્ય કુમાર કાનાણી આમને સામને હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

આ પણ વાંચો Surat Luxury Buses Issue : સુરતીઓએ 12 કિમી ફેરો મારવો પડશે, સુરતમાં લક્ઝરી બસના પ્રવેશને લઈ ધારાસભ્ય સામે એસોસિએશન

સુખદ અંત:સુરત લક્ઝરી બસ એસોસીએશન દ્વારા શહેરમાં બસ લાવવાની ના કહી દીધી હતી. તમામ મુસાફરોને વાલક પાટિયા પાસે જ ઉતારી દેવું અને ત્યાંથી જ તમામ મુસાફરોને ડ્રોપ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણયથી મુસાફરોને ખૂબ જ હાલાકી વેઠવી પડી હતી. જોકે આજે આ મામલાનો અંત આવ્યો છે. બસ એસોસિએશનના હોદેદારો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ તમામ લક્ઝરી બસ સુરત શહેરમાં જાહેરનામાના પાલન સાથે પ્રવાસી મુસાફરોને પીકપ અને ડ્રોપિંગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details