ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Luxury Bus : સુરતમાં બસ ન પ્રવેશતા ભાડામાં રીક્ષા ચાલકોની મનમાની, કાનાણીએ CMને લખ્યો પત્ર

સુરતમાં લક્ઝરી બસ પ્રતિબંધના નિર્ણયથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેનો ફાયદો ઉઠાવી ઓટો રીક્ષા ચાલકોને મન ફાવે તેમ ભાડાની લૂંટ ચલાવી રહ્યા છે. જોકે, આ બાબતે કાનાણીએ મુખ્યપ્રધાને સરકારી સ્લીપિંગ S.T. બસ ચાલુ કરવા પત્ર લખ્યો છે. પરતું જો સરકાર બસ ફાળવશે તો કેટલી બસ ફાળવશે તે મોટો સવાલ છે.

Surat Luxury Bus : સુરતમાં બસ ન પ્રવેશતા ભાડામાં રીક્ષા ચાલકોની મનમાની, કાનાણીએ CMને લખ્યો પત્ર
Surat Luxury Bus : સુરતમાં બસ ન પ્રવેશતા ભાડામાં રીક્ષા ચાલકોની મનમાની, કાનાણીએ CMને લખ્યો પત્ર

By

Published : Feb 22, 2023, 4:27 PM IST

ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશનના નિર્ણયથી લોકો હેરાન પરેશાન

સુરત : લક્ઝરી બસ એસોસિએશન અને ધારાસભ્ય કુમાર કાનાણીના નિર્ણયથી લોકો હેરાન હેરાન પરેશાન થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, અમરેલી, ઉત્તર ગુજરાતથી આવતા પ્રવાસીઓને ઘણી મુશ્કેલીયો થઈ રહી છે. લક્ઝરી બસો દ્વારા પહેલા સીટીની અંદર પ્રવાસીઓને ઉતારવામાં આવતા હતા. પરંતુ હવે લક્ઝરી બસો દ્વારા વાલક પાટિયા ઉપર જ ઉતારી દેવામાં આવી રહ્યા છે. લક્ઝરી બસો દ્વારા પ્રવાસીઓ પાસે 700 રૂપિયા ભાડું લેવામાં આવે છે. જેને કારણે પ્રવાસીઓને 200થી 250 રૂપિયા ખર્ચી ઓટો રીક્ષામાં ઘરે જવું પડે રહ્યું છે.

કુમાર કાનાણીએ લખ્યો પત્ર : ઓટો રીક્ષા ચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ મામલે ગઈકાલે પોલીસ એમ કહી હતી કે, સુરત ટ્રાફિક પોલીસ વાલક પાટિયા પાસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ઉભા રહેશે. પરંતુ અહીંના દ્રશ્ય જોતા એક પણ ટ્રાફિક કર્મચારી જોવા મળ્યો ન હતો. જોકે આ મામલે ગતરોજ વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. શહેરમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાંથી સરકારી સ્લીપિંગ S.T. બસ ચાલુ કરવા બાબતે પત્ર લખ્યો છે.

સુરતમાં લક્ઝરી બસ

પ્રવાસીઓ શું કહે છે :હું અમરેલીથી આવ્યો છું અને મને અહીં વાલક પાટીયા પાસે જ ઉતારી દેવામાં આવ્યો છે. મારા ગામડેથી આવ્યા અને હવે રિક્ષાવાળાઓને ડબલ ભાડું આપવું પડે રહ્યું છે. પહેલા અમને અમારા ઘર નજીક ઉતારી દેતી હતી, પરંતુ હવે બસ અહીં જ ઉતારી દેય છે. મને મારા ઘરે જવા માટે ઓટો રીક્ષા ચાલકો 200 રૂપિયા ભાડું કરી રહ્યા છે.

રીક્ષા ચાલકોનું ભાડું :હું બોટાદથી આવ્યો છું મારે ભટાર જવાનું છે. રીક્ષા ચાલકો 1000 રૂપિયા ભાડું કરી રહ્યા છે. બસ આ લોકોએ અમને અહીં થોડે દૂર મૂકીને જતી રહી છે. ત્યાંથી હું ચાલતો આવ્યો છું. પેહલા બસ વરાછા હીરાબાગ સર્કલ પર મૂકી દેતી હતી. ત્યાંથી અમને ઓટો રિક્ષા પણ મળી જતી હતી. પછી ત્યાંથી ગમે ત્યાં જાઓ રીક્ષા મળી જતી હતી.

લોકોની પરેશાન

લોકો હેરાન પરેશાન : અમારે હીરાબાગ સર્કલ પર ઉતારવાનું હતું, પરંતુ બસે અમને અહીં ઉતારી દીધા છે. બસ ચાલકો કહે છે કે પોલીસવાળા ના કહી રહ્યા છે. અમે છ વાગ્યાના અહીં ઉતર્યા છીએ. રીક્ષા ચાલકો 700થી 1000 રૂપિયા લઈ રહ્યા છે. એમ સુરત સ્ટેશન સુધી ઓટો રિક્ષાનું ભાડું 30 રૂપિયા થાય છે. પરંતુ હાલ ઓટો રીક્ષાનું ભાડું 200 રૂપિયા છે.

બસ સ્ટેન્ડ જવું છે પણ કઈ રીતે :હું ભાવનગરથી આવી છું મારે બાજીપુરા જવું છે. અહીં કોઈ સાધન મળી રહ્યું નથી. ઓટો રીક્ષા ચાલકને પૂછ્યું તો તેણે 200 રૂપિયા ભાડું કહ્યું છે. મને ડાયાબિટીસની બીમારી છે મારી તબિયત પણ સારી નથી. મારે બસ સ્ટેન્ડ જવું છે પણ કઈ રીતે જાઉં મને ખબર પડતી નથી. કારણ કે ત્યાંથી મને બાજીપુરાની બસ મળી જાય છે. મારી પાસે ત્રણ મોટા થયેલાઓ પણ છે. પહેલા અમને બસ સ્ટેન્ડ પર બસ ઉતારતી હતી, પરંતુ હવે વાલક પાટીયા પર ઉતારી દે છે.

વાલક પાટિયા પાસે ટ્રાફિક

આ પણ વાંચો :Surat Luxury Buses Issue : સુરતીઓએ 12 કિમી ફેરો મારવો પડશે, સુરતમાં લક્ઝરી બસના પ્રવેશને લઈ ધારાસભ્ય સામે એસોસિએશન

બસ એસોસિએશનના પ્રમુખનું નિવેદન : આ બાબતે બસ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું કે, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોને વાલક પાટીયા ઉતરી જવું અને ત્યાંથી ઘર સુધી પહોંચ્યું અને ડબલ ભાડું ચૂકવવું ખરેખર લોકોને તકલીફ પડી રહી છે. જો રીક્ષા ભાડું મોંઘું પડે તો જેતે પ્રવાસીએ સાંભધીઓને લેવા માટે અહીં આવું પડી રહ્યું છે. આ બધું જ અમે સમજી રહ્યા છીએ. એટલે જ છેલ્લા 15 વર્ષથી નો એન્ટ્રી હોવા છતાં અમારી બસો સિટીમાં જઈ રહી છે. જ્યારે ચેકિંગ આવતી હતી ત્યારે અમે 1 હજારથી 1500 રૂપિયા દંડ પણ ભરી ચૂક્યા છીએ. એક એક બસ એક મહિનાઓમાં 10થી 15 રસીદો પણ લઈ ચૂકી છે. એ માટે જ લોકોનું દુઃખ જોઈને અમે સુરત સિટીમાં પેસેન્જર ને ઉતારતા હતા.

આ પણ વાંચો :Fire Broke Surat : સુરતના BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ

સરકાર કેટલી બસ ફાળવશે :વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય કુમાર કાનાણીએ જે મુખ્યપ્રધાને પત્ર લખ્યો છે. સીટી સ્લીપર બસ ચાલુ કરવા માટે ખૂબ જ સારી વાત છે. હું તેમને અભિનંદન આપું છું કે, આ પ્રવાસીઓ માટે નવી લક્ઝરી સરકારી બસો આવતી હોય ખૂબ જ આનંદની વાત છે, પરંતુ આજે સુરત શહેરમાંથી ગામડે જીલ્લે જવા માટે અમારી 600થી 700 જેટલી લક્ઝરી બસો ફરી રહી છે. તેમ છતાં અમે પહોંચી વળતા નથી. ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ કતારગામ વરાછા અને અડાજણમાં સરકારી બસો ફાળવવામાં આવે તો સરકાર કેટલી બસ ફાળવશે સરકાર બે બસ આપશે, કાંતો ત્રણ બસ આપશે. પરંતુ અમારે તો 25-50 રૂટ છે. તો તમામ રૂટ ઉપર એક એક લક્ઝરી બસ ફાળવવામાં આવે તો અમને વધારે આનંદ થશે. તમામ પેસેન્જર અને તેનો લાભ મળે તે માટે અમે કુમાર કાનાણીનો આભાર માની રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details