ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Suicide case : ઝૂંપડામાં રહેતી પ્રેમીકાએ આત્મહત્યા કરતા પ્રેમીએ પણ જીવ ત્યાગ્યો - Girl suicide in Panas of Surat

સુરતના એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. શહેરના પાનસ વિસ્તારમાં સગીર વયની પ્રેમીકાએ આત્મહત્યા કર્યાની પ્રેમીને જાણ થતાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, બનાવની જાણ થતાં હાલ બંને વિસ્તારની પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat Suicide case : ઝૂંપડામાં રહેતી પ્રેમીકાએ આત્મહત્યા કરતા પ્રેમીએ જીવન ટૂંકાવ્યુ
Surat Suicide case : ઝૂંપડામાં રહેતી પ્રેમીકાએ આત્મહત્યા કરતા પ્રેમીએ જીવન ટૂંકાવ્યુ

By

Published : Mar 9, 2023, 12:47 PM IST

સુરત : શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. તેવામાં શહેરની અંદર પ્રેમી પંખીડાની આત્મહત્યાની ઘટના સામે આવી છે. શહેરના પનાસ પાસે સગીર વયની કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. તો બીજી બાજુ આ સગીરાએ આત્મહત્યા કરતા તેના પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે એક બાજુ વેસું પોલીસ તપાસ કરી રહી છે, તો બીજી બાજુ ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે.

શું હતો સમગ્ર મામલો : સુરત શહેરના ભટાર અને પાનાસમાં રહેતા પ્રેમી પંખીડાએ અલગ અલગ જગ્યાએ જીવન ટુંકાવી લીધું હતું. વેસું પોલીસ સ્ટેશનની બાજુમાં ફુટપાથ પર બનાવવામાં આવેલી ઝુપડામાં રહેતી 15 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ વાતની જાણ તેના કિશોરીના પ્રેમી જેઓ ભટાર આઝાદ નગર શિવશક્તિ સોસાયટીમાં રહેતો 18 વર્ષીય દિપક રાજુ મેડાને ખબર પડતા જ તેણે પણ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે એક બાજુ વેસું પોલીસે તો બીજી બાજુ ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :Ahmedabad News: આત્મહત્યા નીવારવા માટે આ હેલ્પલાઈન થશે મદદરૂપ

પરીવારનું શુું કહેવું છે : આ બાબતે સિવિલ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહએ જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. આ મામલે બંને પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવી દેવામાં આવી છે. જેમાં સૌથી પહેલા 15 વર્ષીય કિશોરી જેઓએ વેસું પોસ્ટે પાસે જ નવનિર્મિત બિલ્ડીંગનાં પહેલા માળે રૂમમાં આત્મહત્યા કરી હતી. જેઓને તેમના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેમની માતાનું કેહવું હતું કે, નાની વયની છે અને કોઈ છોકરા સાથે પ્રેમ કરતી હતી. ગઈકાલે જ મેં તેને સોસીયલ મીડિયા પર કોઈ છોકરા સાથે વાત કરતા જોઈ હતી. તેથી મેં તેને ઠપકો આપ્યો હતો. આ નિવેદનો પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા

એકાબીજાને પ્રેમ કરતા : વધુમાં જણાવ્યું કે, એક કલાક બાદ સિવિલ હોસ્પિટલમાં મૃતક સગીરાની માતાએ જે છોકરાનું નામ લખાવ્યું હતું. તેનો જ મૃતદેહ આવ્યો હતો. અમે જોઈ તપાસી તો ખ્યાલ આવ્યો કે પહેલા સગીરા આત્મહત્યા કર્યા અને હવે તેના પ્રેમીએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. પરિવારે નિવેદનમાં જણાવ્યું કે, દિપકને છેલ્લા કેટલાક મહિનાથી પનાસ વેસુ પોલીસ સ્ટેશનની નજીક ફુટપાથ પર ઝુંપડામાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જેથી દીપકે અમને આ વાત જાણ કરી હતી. પરંતુ સગીરાએ આ વાત પોતાના ઘરમાં કરી નઈ હતી. આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને તેના કારણે જ આજે મારો દીકરો રહ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details