સુરત: શહેરમાં કોરોના વાઈરસના પગલે સુરત શહેર લોકાડાઉન છે. જેથી લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકોએ નિયમ ભંગ કરતા હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આખરે શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરાવવાની જવાબગારી રેપીડ એક્શન ફોર્સની મહિલા જવાનો સોંપવામાં આવી છે.
સુરતમાં લોકડાઉનનું ચુસ્ત રીતે અમલ કરાવવા શહેર પોલીસ દ્વારા ભાગળ અને રાજમાર્ગ વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કારણ કે, અત્યાર સુધી અથાગ પ્રયાસ કરવા છતાં લોકો ઘરોની બહાર બિનજરૂરી રીતે બહાર નીકળી રહ્યા હતા. જેથી તંત્રએ લોહિતને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવ્યું છે.