સ્વચ્છ સિટી સુરતમાં 'હાય રે ગંદકી હાય' ના સૂત્રોચાર સાથે વિરોધ, શું છે સમસ્યા ? સુરત :સ્માર્ટ અને સ્વચ્છ છબી ધરાવતા સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં લોકો ગંદકીથી ત્રાહીમામ થયા છે. આ સમસ્યાથી સ્થાનિકો એ હદે પરેશાન થયા છે કે, આજે હાય રે ગંદકી હાયના સુત્રોચાર કરવા પર વિવશ થઈ ગયા હતા. વોર્ડ નંબર 17 માં આવેલા અંજુનગર ચોકડી પાસેની તમામ સોસાયટીના રહીશો આજે એકત્રિત થઈ ગયા હતા. તેઓએ રોડ પર આવીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોમાં રોષ : ઉલ્લેખનિય છે કે, ગંદકીની સમસ્યા બે કે ત્રણ મહિના પહેલાની નથી. છેલ્લા પાંચ વર્ષથી તેઓ સરકારી કચેરીઓમાં આ અંગે રજૂઆત કરી અરજીઓ પણ કરી ચૂક્યા છે. તેમ છતાં આ સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવતા આજે સ્વર્ગ રેસીડેન્સી અને રાજ પેલેસ રેસીડેન્સીના રહીશો એકત્ર થઈ ગયા હતા. તેઓએ રેલી કાઢીને આ સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો હતો.
આંદોલનની ચીમકી : આ અંગે સ્થાનિક રહીશ મૃગનભાઈએ જણાવ્યું હતું કે, રાજ પેલેસ એક અને બે તેમજ સ્વર્ગ રેસીડેન્સી એક અને બે એક કુલ ચાર સોસાયટી અહી છે. આ ચારેય એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી ગંદકીથી ત્રસ્ત છે. અમે આ અંગે વોર્ડ ઓફિસથી લઈ સુરત મ્યુનિસિપલ કમિશનર ઓફિસ સુધી રજૂઆત કરી છે. અનેક વાર અરજીઓ પણ આપી છે. તેમ છતાં આ સમસ્યાનો કોઈ સમાધાન ન આવતા આજે અમે વિરોધ નોંધાવી રહ્યા છે.
અમે ચાર સોસાયટીના લોકો આ ગંદગીથી ખૂબ જ હેરાન-પરેશાન છીએ. એટલું જ નહીં અહીં જે માર્કેટ ભરાય છે ત્યાં સામાજિક તત્વો પણ આવતા હોય છે. ગંદકીની સાથો સાથ અસામાજિક તત્વોનો પણ ત્રાસ વધી ગયો છે. જેથી સોસાયટીની બહેન અને દીકરીઓ પણ બહાર નીકળી શકતી નથી. બીજી બાજુ હાલ રોગચાળો પણ ખૂબ જ વધી ગયો છે. અમે સતત આ અંગે ફરિયાદ કરીને થાકી ગયા છીએ.-- કૈલાશબેન (સ્થાનિક મહિલા)
અસામાજીક તત્વોનો : ત્રાસ અહીની સમસ્યામાં મુખ્યત્વે રોડ રસ્તાઓનું દબાણ છે. તેના કારણે ગંદકી ખૂબ જ થાય છે. બીજી બાજુ અહીં બાળ મંદિર પણ આવેલ છે. જ્યાં અમારા બાળકો ભણતા હોય છે. રોગચાળો પણ ખૂબ જ વધી રહ્યો છે. ગંદકીનું નિરાકરણ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
તંત્રની બાંહેધરી :આ સમસ્યા અંગે વરાછા ઝોન બી ઝોનલ અધિકારી આર.એમ.પટેલે જણાવ્યું હતું કે, સોસાયટીની બહાર માર્કેટ ભરાય છે. જેના કારણે તેઓ જણાવી રહ્યા છે કે ગંદકી થઈ રહી છે. આ અંગે અમે અમારા સંબંધિત વિભાગને વાત પણ કરી છે. ટૂંક સમયમાં સમાધાન આવી જશે. આ અંગે માર્કેટના લોકોને પણ સૂચના આપવામાં આવશે.
- Surat Urea fertilizer : યુરિયા ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી લાઈન લાગી, ટેક્નિકલ ખામી અને ખાતરની તાણ
- Surat Corporation: મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો માથાકુટ કરીને પરેશાન કર્યા