ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Live Accident : ભાઠે વિસ્તારમાં જીવલેણ અકસ્માત, ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી - Dindoli Police

સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવમાં લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે શહેરના ભાઠે વિસ્તારમાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ બાળકના પિતાએ જીવ ગુમાવ્યો છે. બે બાઈક વચ્ચે ટક્કર થતાં અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

Surat Live Accident
Surat Live Accident

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 7:32 PM IST

ભાઠે વિસ્તારમાં જીવલેણ અકસ્માત, ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરત : બેદરકારી ભર્યા ડ્રાઈવિંગને કારણે સર્જાતા અકસ્માતમાં ક્યારેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી એક ઘટના સુરતના ભાઠે વિસ્તારમાં સામે આવી છે. જેમાં બે બાઈક વચ્ચે ભયાનક ટક્કર થતાં એક યુવકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ ત્રણ બાળકોનો પિતા એવા મૃતક યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થયો છે.

જીવલેણ અકસ્માત : સુરત શહેરમાં ભાઠે વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની મળતી વિગત અનુસાર મૂળ બિહારના વતની 39 વર્ષીય અમરેન્દ્ર રામનાથ શર્મા ડીંડોલી શાકભાજી માર્કેટ પાસે આવેલ ગાયત્રીનગરમાં પત્ની તેમજ 3 સંતાનો સાથે રહે છે. તેઓ મહાલક્ષ્મી માર્કેટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. સવારના સમયે અમરેન્દ્ર નોકરીના સ્થળે કામ હોવાથી પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાઠેના બ્રિજ પાસે તેઓને અકસ્માત નડ્યો હતો.

3 બાળકના પિતાનું મોત :આ અકસ્માતમાં અજાણ્યા બાઈકચાલક સાથે મૃતકના બાઇકની ટક્કર થઈ હતી. બાઈક પરથી નીચે પડતા તેઓ ત્યાંથી પસાર થતી પાલિકાના વાહન સાથે અથડાયા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં અમરેન્દ્રનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને લોકો પણ એકઠા થઇ ગયા હતા. અમરેન્દ્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, 3 નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અજાણ્યા બાઈકચાલકની તપાસ : આ ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, અમરેન્દ્ર શર્માની બાઇકની અજાણ્યા બાઇકચાલક સાથે ટક્કર થાય છે અને તેઓ ટેમ્પા સાથે અથડાયા હતા. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડીંડોલી પોલીસે અજાણ્યા બાઈકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime : સુરતમાં કારચાલક એલઆરડી જવાનને બોનેટ પર 300 મીટર સુધી ઘસડી ગયો, 19 વર્ષનો કારચાલક અટકાયતમાં
  2. New Delhi: દિલ્હીમાં માનવતા શર્મસાર, ફિલ્મ મેકર્સ રોડ પર લોહીથી લથબથ 20 મિનિટ પડ્યા રહ્યા, લોકો વીડિયો બનાવતા રહ્યા...

ABOUT THE AUTHOR

...view details