અન્ય વિદ્યાર્થીઓ માટે બની પ્રેરણા સુરત:વર્તમાન સમયમાં બાળકો પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. તેવામાં સુરતની એક વિદ્યાર્થિનીએ તો સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. નાની ઉંમરમાં જ્યારે બાળકો સોશિયલ મીડિયા અને ગેજેટમાં રસ ધરાવે છે. ત્યારે સુરતની માત્ર 11 વર્ષની દિશીતા જૈને એક એવું પુસ્તક લખ્યું છે, જેના કારણે ભલભલા લોકો વિચારમાં પડી જશે. અગત્યની વાત છે કે, માત્ર 7 દિવસમાં 11 વર્ષની છોકરીએ લખેલી 100 જેટલી પુસ્તક વેચાઈ પણ ગઈ છે.
આ પણ વાંચોઃJasraj Singh of Raipur: નવ વર્ષના જસરાજ સિંહે બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો સૌથી ઝડપી ગુણાકાર કરનાર દેશનો પ્રથમ વિદ્યાર્થી
પ્રાણીઓ સાથે ક્રૂરતા જોઈ લખ્યું પુસ્તકઃ 11 વર્ષની બાળકીએ એવું પુસ્તક શહેરના સિટી લાઈટ વિસ્તારમાં રહેતી દિશીતા જૈન જ્યારે 8 વર્ષની હતી. ત્યારે તેને ખબર પડી કે, અનેક ક્ષેત્રોમાં રિસર્ચ માટે પ્રાણીઓ પર સંશોધન કરવામાં આવતું હોય છે. આ સંશોધનના કારણે પ્રાણીઓ સાથે ક્રૂરતા થાય છે. આ વાત તેને ખૂબ જ આ ઘર કરી ગઈ હતી. પ્રાણીઓ સાથે આવી ઘટના ન થાય આ માટે તેને પુસ્તક લખવાનું વિચાર કર્યું અને નાની ઉંમરમાં 45 પાનાનું પુસ્તક તેને લખી કાઢ્યું છે. લાઈફ ઑફ અ ટ્વીન 'સ્ટોરી ઓફ ટ્વિન હૂડ' નામની પુસ્તકમાં તેણે જે વિચાર મૂક્યો છે. તે બુદ્ધિજીવીઓને પણ વિચારવા પર મજબૂર કરી દેશે.
પ્રાણીઓ સાથે ક્રૂરતાઃમાત્ર પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ હાલ તેની ઉંમરના જે પણ બાળકો છે. તેઓની વિચારસરણીને લઈ પણ તેણે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. આ અંગે પોતે દિશીતા જૈને જણાવ્યું હતું કે, ઘણી વાર જોયું છે કે, નાની ઉંમરના બાળકો પણ એક બીજાને મદદ કરતા નથી અને તેમનો મજાક ઉડાવે છે. એટલું જ નહીં, ઘણા બાળકો એવા છે કે, જેમને લાગે છે કે, તેમને ઘણું બધું આવડે છે અને ક્યારેય પણ મદદ લેતા નથી. આ થવું જોઈએ નહીં. આનો ઉલ્લેખ પણ પુસ્તકમાં કર્યો છે. સાથોસાથ પુસ્તકમાં પ્રાણીઓ અંગે પણ ઉલ્લેખ કર્યો છે, જેથી લોકો રિસર્ચ માટે પ્રાણીઓનો ઉપયોગ ન કરે અને પોતાને આ પ્રાણીઓની જગ્યાએ મૂકે ત્યારે ખબર પડશે કે કેટલીક ક્રૂરતા તેમની સાથે થઈ રહી છે.
આ પણ વાંચોઃકચ્છના પુસ્તકાલયમાં જોવા મળ્યો સ્વચ્છતા અને સેવાનો અનોખો સંગમ, વાંચનપ્રેમીઓને જલસા
માતા તરીકે મને ગર્વઃદિશીતાનાં માતા શ્વેતા જૈને જણાવ્યું હતું કે, બાળપણથી જ તેને પ્રશ્ન પૂછવાની ઉત્સુકતા અમે જોઈ છે. અનેક વાર તો આવી પરિસ્થિતિ થતી હતી કે, અમે તેને કહેતા હતા કે, હવે તું પ્રશ્ન પૂછીશ નહીં. પરંતુ તેણે પોતાની જિજ્ઞાસાને લખવાની શરૂઆત કરી અને માત્ર 11 મહિનામાં એક પુસ્તક લખી નાંખ્યું. જે હાલ ડિજિટલ પ્લેટફોર્મમાં વેચાઈ પણ રહી છે. એક માતા તરીકે મને ગર્વ છે કે, તેની જિજ્ઞાસાને તેણે યોગ્ય દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં તે શું કરશે એ તો ખબર નથી, પરંતુ દેશનું નામ રોશન કરે અને એક જવાબદાર નાગરિક બને તેવી અમારી ઈચ્છા છે.