સુરત : ટ્રાફિક પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો ઉતારતા એડવોકેટ મેહુલ બોઘરા (Surat Lawyer mehul boghra trb) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રાત્રીના સમયે સરથાણા પોલીસ મથક બહાર લોકોનું ટોળું પણ પહોચ્યું હતું. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. તો સામે મેહુલ બોઘરા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો:લસકાણા પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દુર ઇન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો (Surat traffic police bribery) ઉતારવા જતા TRB સુપરવાઈઝર સાજન ભરવાડે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો (Surat Lawyer beaten up in public) કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈજાગ્રસ્ત મેહુલ બોઘરાને માથાના ભાગે ઈજાઓ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ મામલે રાત્રીના સમયે લોકોનું ટોળું સરથાણા પોલીસ મથક બહાર પહોચી ગયું હતું. આ બનાવમાં સરથાણા પોલીસે 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો:પુત્રી પાણીમાં ડુબાડી મહિલાએ પુત્રને ફાંસી લગાવી પોતે પણ લટકી ગઈ