જીઆઈડીસીના નિયમોનું કર્યુ હતું ઉલ્લંઘન સુરતઃ શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાની લક્ષ્મી ટેક્ષટાઈલ કંપનીને અધધધ દંડ ફટકારવામાં આવ્યો છે. સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાના કારણે જીઆઇડીસીએ નોટિસ મોકલીને દંડ ફટકાર્યો છે. આ દંડ અધધ કહી શકાય તેટલો કુલ 600 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.
સમગ્ર મામલોઃ સચિન ખાતે 17 ઓગસ્ટ, 2000ના રોજ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડને 6 લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો 2 મે 2000 ના રોજ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ઓગસ્ટ, 2008ના રોજ લક્ષ્મી ઈન્ફ્રા ડેવલપર્સ લિમિટેડને જમીન સોંપવામાં આવી હતી. આ જમીનમાં 21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 6,29,689.62 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી.
અનેકવાર નોટિસ પાઠવાઈ હતીઃ લક્ષ્મી ઈન્ફ્રા ડેવલપર્સ લિમિટેડના વસંત ગજેરાએ નિયમ પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ન હતી. આવા નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું. આ માટે જીઆઇડીસી દ્વારા સમયાંતરે પત્રવ્યવહારથી તાકીદ કરાઈ હતી. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું. છેવટે જીઆઈડીસીએ વિવિધ નિયમના ભંગ બદલ રૂ. 600 કરોડનો દંડ ફટકાર્યો.
લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સ લિમિટેડને જે 6 લાખ કરતા વધારે વિસ્તારની ફાળવણી કરવામાં આવી છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા પાંચથી છ વખતના નકશા પાસ કરવામાં આવ્યા છે. જીઆઇડીસી નિગમ નિયમ મુજબ જે પણ નકશા પાસ થયા હોય તેના બે ટકા અમારે રકમ લઈ નકશાને નિયમિત કરવા પડે છે. તે ઉપરાંત તેમણે જે ઇન્ડસ્ટ્રીયલ નકશાઓ પાસ કર્યા છે. તે કોમર્શિયલ નકશા પાસ કરવામાં આવ્યા છે જે નિગમની ફાઈનલ મંજૂરીના આધારિત છે. તે ઉપરાંત તેમની પાસે વપરાશના પુરાવા માંગવામાં આવ્યા હતા. વપરાશના પુરાવા રજૂ કરતા જ દંડના રકમમાં ફેરફાર થઈ શકશે... ડી.એમ.પરમાર (રીજનલ ચેરમેન, સચિન જીઆઈડીસી)
- Surat Crime News : મહિલાએ પોલીસ કમિશનર કચેરી પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જાણો સમગ્ર મામલો
- Surat Crime News: વોચમેન ગાડી ધોઈને વધુ રૂપિયા કમાતો હતો તેથી ઈર્ષાના આવેશમાં સાથીદારોએ વોચમેનની હત્યા કરી નાખી