અજાણ્યા ઇસમનો મૃતદેહ મળવાનો સિલસિલો જારી સુરત:શહેરમાં વધતો ક્રાઇમ રેટ ખુબ જ ચિંતાજનક છે. આજે સતત બીજા દિવસે કીમ ચોકડીથી કીમ વચ્ચે રોડની બાજુમાં ગટરનાં પાણીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલોદ ગામની સીમમાં કીમ ચોકડીથી કીમ વચ્ચે રોડની બાજુમાંથી પસાર થતી ગંદા પાણીનાં નિકાલ માટેની ગટરમાં અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ કિર્તન રેસીડેન્સીમાં રહેતા શિવમ સંતોષ ગુપ્તાએ કોસંબા પોલીસને જાણ કરી હતી.
કોસંબા પોલીસ મથકના જમાદાર નલિન ભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ અજાણ્યા ઇસમના મૃતદેહનો કબજો લેવામાં આવ્યો છે અને નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો છે અને તેઓના વાલી વારસા સુધી પહોંચવાની તજવીજ શરૂ છે.
મૃતકની ઓળખ બાકી: હરકતમાં આવેલી પોલીસે બનાવનાં સ્થળે પહોંચી રોડની બાજુમાં આવેલી ગંદા પાણીની ગટરમાંથી અજાણ્યો ઇસમ ડૂબેલી હાલતમાં મરણ પામેલ જણાઇ આવતા પોલીસે અંદાજીત 30 થી 35 વર્ષીય અજાણ્યા ઇસમની લાશનો કબ્જો લીધો હતો. શરીરે કથ્થઇ કલરનું શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ અજાણ્યો ઇસમ રંગે ઘઉં વર્ણ તેમજ મોઢુ ગોળ ધરાવતા અજાણ્યા ઇસમની ઓળખ અંગે પોલીસે કવાયત હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 28 નાં રોજ બે દિવસ પૂર્વે પણ આજ વિસ્તારમાં કીમથી કીમ ચોકડી વચ્ચે ગટરનાં પાણીમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. કોસંબા પોલીસે જે લાશની ઓળખ અંગેનાં પ્રયાસમાં હોય ત્યારે બે દિવસનાં ટૂંકા ગાળામાં વધુ એક લાશ મળી આવતા રહસ્યમય સંજોગોમાં ગટરનાં પાણીમાંથી ડૂબેલી હાલતમાં લાશ મળી આવવાનાં જારી રહેલી સિલસિલાથી કોસંબા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે. હાલ કોસંબા પોલીસે બંને લાશોનાં વાલીવારસો સુધી પહોંચવાનાં ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.
- Bharuch Crime : હાંસોટના સાબીર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા, 2 નિર્દોષ છૂટ્યાં
- Fake Toll Plaza Updates: નકલી ટોલનાકા કૌભાંડમાં 25 દિવસ બાદ 2 આરોપી ઝડપાયા, જો કે હજૂ 3 આરોપી પોલીસની પહોંચથી દૂર