સુરતઃ શહેરના કાપોદ્રામાં રહેતી યુવતીને તેના પ્રેમીએ લગ્નનું ખોટુ વચન આપ્યું હતું. ખોટા વચનમાં ભોળવાયેલી યુવતી સાથે બળાત્કાર થયો હતો. યુવતી ગર્ભવતી થતા પ્રેમીએ તેને તરછોડી દીધી હતી. આ મામલે યુવતીએ કોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી માગી હતી. સુરત જિલ્લા કોર્ટે દલીલોના અંતે યુવતી કુંવારી માતા બનશે તો તેનું જીવન દોહ્યલું બની જશે તેવું નોંધ્યું હતું. અંતે જિલ્લા કોર્ટે 14 અઠવાડિયાના ગર્ભને ટર્મિનેટ કરવાની મંજૂરી પીડિતાને આપી છે.
Surat Crime News: સુરત જિલ્લા કોર્ટનો મહત્વનો નિર્ણય, બળાત્કાર પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી - સુરત જિલ્લા કોર્ટ
આજના સમયમાં બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં પીડિતાને થતા અન્યાય વિશે વારંવાર સમાચાર પ્રકાશિત થતા રહે છે. જો કે આ શ્રેણીમાં પીડિતાને રાહત મળી રહે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં બળાત્કારની પીડિતાની તરફેણમાં સુરત જિલ્લા કોર્ટે ચુકાદો આપ્યો છે. જિલ્લા કોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
Published : Sep 20, 2023, 11:28 AM IST
સમગ્ર ઘટનાક્રમઃ મૂળ ડાંગ જિલ્લાની વતની અને કાપોદ્રા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 3 માસ અગાઉ વરાછાના યુવાન સાથે મુલાકાત થતાં સગપણ કરવાનું નક્કી કર્યુ હતું. યુવાને લગ્ન કરવાનું કહીને તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.આ સંબંધને પરિણામે યુવતી ગર્ભવતી બની હતી. એ પછી યુવાને લગ્ન કરવાની ના પાડી યુવતી સાથે સંબંધ કાપી લીધો હતો. યુવતીએ આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીનું હોસ્પિટલમાં શારીરિક પરીક્ષણ થતાં 14 સપ્તાહનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું.
આ મામલે 14 સપ્તાહની સગર્ભા બનેલી યુવતીએ ગર્ભપાત કરવા કોર્ટમાં પરવાનગી માટે અરજી કરી હતી. જે અંગે સુનાવણીમાં કોર્ટે ગંભીર નોંધ લઇને ગર્ભપાતની મંજૂરી નહીં આપવામાં આવે તો બાળકના ભવિષ્ય અંગે સમાજમાં બદનામી થવાનો ડર રહે છે. કોર્ટે ગર્ભના ડીએનએના સેમ્પલનું પરિક્ષણ કરીને આ ગર્ભપાતને મંજૂરી આપી છે...તેજસ પંચોલી (સરકારી વકીલ, સુરત જિલ્લા કોર્ટ)