સુરતઃ કામરેજ ટોલ પ્લાઝા પર નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો. કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં નવી સજા જાહેર કરી છે. જેનો વિરોધ કોમર્શિયલ વ્હીકલ્સના ડ્રાયવર્સે કર્યો હતો. આ વિરોધના પગલે મોટી સંખ્યામાં ટ્રક્સ અને કોમર્શિયલ વ્હીકલ્સને ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઈવે પર થંભાવી દેવામાં આવ્યા.
પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યોઃ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન ગુનામાં નવી સજા જાહેર કરી છે. જેમાં લાખો રુપિયાનો દંડ અને 10ની કેદની જોગવાઈ કરવામાં આવી છે. આ આકરી સજાનો કોમર્શિયલ વ્હીકલ્સના ડ્રાયવર્સ, ક્લીનર્સ અને ઓનર્સ વિરોધ કરી રહ્યા છે. જે શ્રેણીમાં આજે સુરતના કામરેજ ટોલપ્લાઝા પર નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં ટ્રક્સ અને કોમર્શિલય વ્હીકલ્સના ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આ ચક્કાજામને પગલે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સમાચાર મળતા જ સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. સુરત જિલ્લા પોલીસે એક એક ટ્રકને દૂર વારાફરથી દૂર કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. લાંબી મથામણ બાદ નેશનલ હાઈવે પરથી ટ્રાફિક દૂર થતા વાહનોની આવન જાવન ફરીથી શરુ થઈ.