સુરત : સરસાણા કન્વેન્શન પ્લેટિનમ હોલમાં આજે સપ્તમ રોજગાર મેળો યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. 77 આજે રોજગારી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દેશભરના 44 સ્થળ પર આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રીતે જોડાઈ તમામ રોજગારવાંચ્છુઓને અભિનંદન આપ્યા હતા.
44 સ્થળે રોજગાર મેળો : દેશભરમાં 44 સ્થળે આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં આવકવેરા વિભાગ દ્વારા સપ્તમ રોજગાર મેળા યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાએ પણ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. તેઓએ નોકરી માટે નિયુક્ત થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ સાથે સરકાર કામ કરી રહી છે. યુવાનોને કર્મયોગી બનાવવા માટે સરકાર સદેવ કાર્યરત છે. આજે દેશભરમાં 70 હજાર યુવક-યુવતીઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. સરકાર યુવાનોને સરકારી નોકરી આપવા માટે કટિબદ્ધ છે. 77 રોજગારવાંચ્છુઓને પારદર્શિતા અને ભ્રષ્ટાચાર રહિત પદ્ધતિ સાથે રોજગારના અવસર મળી રહ્યા છે. ગુજરાત રોજગાર આપવામાં નંબર એક રાજ્ય છે. અન્ય રાજ્યોના યુવાનો પણ અહીં રોજગાર અર્થે આવે છે.--દર્શના જરદોશ (કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન)
વિવિધ વિભાગમાં ભરતી :રોજગાર મેળાના કાર્યક્રમમાં કુલ 77 રોજગારવાંચ્છુઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના જરદોશ અને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાના હસ્તે રોજગારી પત્ર એનાયત કરાયા હતા. LIC માં 46, પોસ્ટ વિભાગમાં 11, આયકર વિભાગમાં 8, FCI માં 5, SVNIT માં 6 અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 1 કર્મચારી એમ કુલ 77 રોજગારવાંચ્છુઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
- West Bangal: પશ્ચિમ બંગાળમાં મણિપુર જેવી ઘટના, ટોળાએ બે મહિલાઓને નગ્ન કરીને માર માર્યો
- Surat News : આ કેસ અમારા માટે નોર્મલ નથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કેસ છે, હર્ષ સંઘવીના આ નિવેદન વિશે વધુ જાણો