દુબઈમાં બેસીને ભારતમાં 8 હજાર કરોડના સટ્ટાકાંડ મામલો સુરત :દુબઈમાં બેસીને ભારતમાં આશરે 8 હજાર કરોડ રૂપિયાના સટ્ટાકાંડને અંજામ આપનાર આરોપીઓ વિરુદ્ધ હવે સુરત ઇકો સેલે LOC અને RCN ઇસ્યુ કરવાની તજવીજ હાથ ધરી છે. સટ્ટાકાંડની તપાસ હવે ઈડી દ્વારા પણ કરવામાં આવશે. છ મહિના પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં સૌથી મોટા સટ્ટા બેટિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં 8,000 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ટ્રાન્જેક્શન હોવાનો ખુલાસો થયો હતો. જેમાં હજુ પણ દુબઈમાં બેસીને આ સટ્ટાકાંડને અંજામ આપનાર આરોપીઓ સકંજાથી દૂર છે.
શું હતો સમગ્ર મામલો :એક ઓક્ટોબર 2022ના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં ઇકો સેલ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ પડી 7,500 કરોડ રૂપિયાના સટ્ટા કાંડ ખુલાસો કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બેન્ક એકાઉન્ટ સહિત પેઢીઓ બનાવીને આ કાંડને અંજામ આપવામાં આવતો હતો. Iplના ક્રિકેટનો સટ્ટો દુબઈ અને યુક્રેનથી સંચાલિત કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકરણમાં અને એક ડમી સીમકાર્ડ સહિત 16 જેટલા ભાડા કરાર પોલીસે કબજે કર્યા હતા.
સટ્ટાકાંડના ગુજરાતમાં તાર : આ સટ્ટાકાંડના તાર માત્ર સુરત સુધી નહીં, પરંતુ ગાંધીધામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સુધી સંકળાયેલા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ સટ્ટા રેકેટનો મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાની કવાયત કરવામાં આવી હતી. આ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જે સૂત્રધાર દુબઈમાં બેસીને આ સમગ્ર નેટવર્કને ચલાવી રહ્યો છે. તે હજુ પણ ઇકો સેલના પકડથી દૂર છે. તેની ધરપકડ કરવા માટે ઇકો સેલ દ્વારા અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બીજી બાજુ ઇડી પણ આ નેટવર્ક અંગે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :International Betting Scam: ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટનો પર્દાફાશ, દુબઈમાં બેસીને સટ્ટાનું નેટવર્ક, ચાર આરોપીઓ ઝડપાયા
260થી લઈને 300 જેટલા એકાઉન્ટ :ઇકો સેલના એસીપી વિરજીત પરમારએ જણાવ્યું હતું કે, એક ઓક્ટોબર વર્ષ 2022ના રોજ ડિંડોલી વિસ્તારમાં ઘણા ગેરકાયદેસર બેન્કિંગ ટ્રાન્જેક્શન અંગે અમને જાણકારી મળી હતી. ઇકો સેલ અને એસોજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને પુરવાર થયું હતું કે, અહીં ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવામાં આવે છે. જેથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તમામ બેન્કિંગ વ્યવહાર 7500 કરોડ જેટલા બેન્કિંગ ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. જે દુબઈ ખાતેથી ઓપરેટ થતાં હતા. એક પ્રોપર સટ્ટાકાંડનું ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક ચાલતું હોય તેવી ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળ્યું હતું. તેમાં અગાઉ આઠ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આર્થિક લાભ મેળવવા માટે બોગસ દસ્તાવેજના આધારે મોટી પેઢીઓ પણ ઊભી કરવામાં આવી હતી. ખોટા બેન્ક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. 260થી લઈને 300 જેટલા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો
દુબઈથી બેસીને આ નેટવર્ક ઓપરેટ : વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં મુખ્ય સૂત્રધાર કે જેઓ આ બેન્કિંગ એકાઉન્ટ ખોલવામાં એવા એક હુસૈન કૌશલની ધરપકડ કરવામાં આવી હતી. તેના સગાભાઈ પણ આ ધંધામાં ખૂબ જ એક્ટિવ હોય તેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ચાર દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મેળવ્યા છે. ઘણા આરોપીઓ દુબઈથી બેસીને આ નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે. તેઓની સામે જે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હોય છે. તે એલઓસી અને આરસીએન ઇસ્યુ કરવાની પ્રોસેસ ચાલુ છે સાથોસાથ ઈડીને પણ આ ગુનાની તપાસ કરી રહી છે.