સુરત : એરપોર્ટ પર એક ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી તો બીજી ટેકઓફની તૈયારીમાં હતી. પાંચ જેટલી ફ્લાઈટના ઓપરેટિંગ દરમિયાન બે વાર બે ફ્લાઇટ રન વે પર આમે સામે જોવા મળી હતી. એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને બીજી બાજુ ફ્લાઇટ મુવમેન્ટ પણ વધારે છે. જેના કારણે આ મુશ્કેલી પડી રહી છે.
શું છે સમગ્ર મામલો : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિસ્તારીકરણનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ પર ટેક્સી ટ્રેકનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જોકે આ કામગીરી 50 ટકા જ થઈ છે. સાથે એરપોર્ટ પર ફ્લાઇટની મુવમેન્ટ વધારે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટર્મિનલ બિલ્ડીંગ સાથે એર સાઈડ પર તેમજ પેરેલલ ટેક્સી ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ઘણા સમયથી યાત્રીઓને હાલાકી ભોગવી રહી છે. યાત્રીઓ લાંબી લાઈનો લગાવીને બોર્ડિંગ પાસ મેળવી રહ્યા છે. આ સુવિધા વચ્ચે રવિવારે આશરે 2:00 વાગ્યાના અરસામાં દિલ્હી ફ્લાઈટ વેસુ તરફથી લેન્ડિંગ કરી ટર્મિનલ બિલ્ડીંગ સુધી પહોંચી હતી અને બીજી બાજુ કિશનગઢની ફ્લાઈટની તૈયારીમાં જ હતી. જેને જોઈ યાત્રીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.
એરપોર્ટને વધુ સુવિધાની જરૂર :તોબીજી બાજુ કિશનગઢની ફ્લાઈટને ટેક ઓફ માટે રાહ જોવી પડી રહી હતી. સાથે 3.10 કલાકે જ્યારે દિલ્હીની ફ્લાઈટ રન વે પર હતી. તે વખતે મદ્રાસની ફ્લાઇટ આવી ગઈ હતી. મદ્રાસ જનારી ફ્લાઇટ રાઉન્ડ મારીને ટર્મિનલ બિલ્ડીંગ સુધી પહોંચી હતી. ત્યારે પણ ફ્લાઇટને રાહ જોવી પડી હતી. આ સમગ્ર મામલે વર્કિંગ ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લીનેશએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટને વધુ સુવિધાની જરૂર છે. જોકે હાલ પેરેલલ ટેક્સી ટ્રેનની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે ઝડપી તૈયાર થાય એ જરૂરી છે.