સિનિયર સિટીઝનને મોલમાં હવે ચાલવું નહીં પડે સુરત:મુશ્કેલી સામે બેઠા રહેવાના બદલે, માર્ગ એને જ મળતો હોય છે. જે ખરેખર મુશ્કેલીને અવગણી નવું કરવાનું વિચારે છે. સુરત શહેરમાં રહેતા અને બી ટેકનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આવો જ એક વિચાર કરીને ઇકો ફ્રેન્ડલી શોપિંગ કાર્ટ તૈયાર કર્યું છે. જે શોપિંગ કાર્ટ ની મદદથી સિનિયર સિટીઝનોને ચાલવાની જરૂર નહીં પડે. ઇકો ફ્રેન્ડલી આ વસ્તુ જોવામાં ભલે સામાન્ય લાગે પરંતુ એનું કામ ઘણું મોટું અને મહત્વનું છે. સંગમ મિશ્રા નામના યુવાને આ સાહસ કરી બતાવ્યું છે. તેનું આ શોપિંગ કાર્ટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રીકની મદદથી ચાલી રહ્યું છે. જેને એક ખાસ કાર્ટ કાર પણ કહી શકાય છે.
આ પણ વાંચોઃOrgan Donation : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 22મું અંગદાન, લીવર, બે કિડની અને આંતરડાના દાનથી 4ને નવજીવન મળ્યું
કોણે તૈયાર કર્યુંઃ પાંડેસરા વિસ્તારમાં રહેતા સંગમ મિશ્રા બીટેકના વિદ્યાર્થી છે. કોઈ કંપનીના એન્જિનિયર નહીં વિચારી શકે એવો વિચાર તેમને આવ્યો અને તેઓએ એક એવો શોપિંગ કાર્ટ બનાવ્યું છે. જેના કારણે સહેલાઈથી સિનિયર સિટીઝન શોપિંગ કરી શકશે. જોવામાં આ કાર્ટ સામાન્ય કાર્ટ જેવું છે. પરંતુ એને કાર્ટ-કાર કહી શકાય. આ કાર્ટ કાર પર બેસીને કોઈપણ શોપિંગ મોલમાં સિનિયર સિટીઝન સહેલાઈથી શોપિંગ કરી શકશે. આ સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીકથી ચાલે છે. સિનિયર સિટીઝન સારી રીતે ચાલી શકતા નથી અને મોલમાં તેઓ વજનદાર વસ્તુઓ પણ ખેંચીને લાવી શકતા નથી. જેથી સંગમ મિશ્રાએ એક ખાસ કાર્ટ કાર બનાવ્યું છે
આ રીતે આવ્યો વિચારઃ સંગમ મિશ્રા એક વખત શોપિંગ કરવા માટે ગયો હતો ત્યારે તેને એક સિનિયર સિટીઝન ને જોયું કે, જેઓ કાર્ટ ને ધક્કા મારીને લઈ જઈ રહ્યા હતા. પરંતુ તેઓ પોતે સારી રીતે ચાલી શકતા ન હોતા. શોપિંગ કરવામાં તેમને તકલીફ થઈ રહી હતી. એટલું જ નહીં રસ્તા પર જે લોકો ફ્રુટ વેચાણ કરે છે અને સાથે સાથ કેટલા લોકો કાપડ પણ રસ્તા પર વેચે છે. આ તમામ લોકોને જોઈ સંગમને વિચાર આવ્યો કે, એક એવું કાર્ટ બનાવવામાં આવે કે જે લોકો માટે મલ્ટીપલ રીતે ઉપયોગી બની રહે. જેથી શોપિંગ મોલમાં સિનિયર સિટીઝન અને રસ્તા પર કાપડ તેમજ ફ્રુટ અને સાક નો વેચાણ કરનાર લોકો પણ આનો ઉપયોગ કરી શકે.
આ પણ વાંચોઃKutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું
શોપિંગ કરી શકશેઃસંગમ મિશ્રાએ જણાવ્યું હતું કે, હું બીટેક થર્ડ ઈયર માં ભણું છુ. અમે એક કાર્ટ બનાવ્યું છે. જેને અમે મલ્ટી પર્પસ કાર પણ કહી શકીએ અથવા તો એને શોપિંગ કાર્ટ પણ કહી શકીએ. સિનિયર સિટીઝન જ્યારે શોપિંગ કરવા માટે જાય છે. તેઓ ચાલતા કાર્ટ લઈને શોપિંગ કરતા હોય છે. અમે જોયું છે કે, તેઓ જ સારી રીતે ચાલી પણ શકતા નથી. કેટલા સિનિયર સિટીઝનને ઘૂંટણમાં દર્દ પણ હોય છે. આ કાર્ટ એવું બનાવ્યું છે. જેથી તેઓ બેસીને ચલાવી શકે. શોપિંગ પણ કરી શકે. અમે આ કાર્ટ ખાસ ડિઝાઇન કર્યું છે તેઓ આ કાર્ટ પર બેસીને શોપિંગ મોલમાં જઈ સારી રીતે શોપિંગ પણ કરી શકશે. આ કાર્ટ પર બેસીને પરત બહાર પણ આવી શકશે.
કાર્ટ 200 કિલો લોડઃતેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ખાસ ડિઝાઇન કર્યું છે આ ડિઝાઇન કરવા પહેલા અમે મૉલ ગયા અને આની સાઈઝના જેમ કે ત્યાં કાર્ટ ઉપલબ્ધ હોય છે તેની સારી રીતે અમે ડિટેલ લીધી છે. જેની પાછળ કારણ છે કે જ્યારે અમે કાર્ટ બનાવીએ તે કોઈ પણ મોલમાં ઉપયોગી બની રહે. આ સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝ છે જેના કારણે આ કોઈપણ મોલમાં વાપરી શકાય છે. આ સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ છે ઈલેક્ટ્રીકથી ચાલે છે. લોડની વાત કરવામાં આવે તો આ કાર્ટ 200 કિલો લોડ લઈ શકે છે.