કોઈ કંઈક પણ કહે પરંતુ, ભારત અખંડ છે અને હંમેશા રહેશે. આ સંદેશ સુરતમાં નર્સિંગ કોર્સ કરી રહેલી જમ્મુ કાશ્મીરની બે દીકરીઓએ દેશભરના લોકોને આપ્યો છે. જમ્મુ કાશ્મીરથી આવેલી સ્વાતિ શર્મા અને મૂળ કાશ્મીરની ખીણની સમીના ફયાઝ આ બંને એકબીજાની ખાસ બહેનપણી છે અને સુરતમાં હાલ નર્સિંગ અભ્યાસ કરતી હોવાના કારણે તેઓ રક્ષાબંધનના પર્વમા પોતાના વતન જઈ શકે તેમ નથી. આજ કારણ છે કે આ બંને સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા દર્દીઓ અને ડોક્ટરોને રાખડી બાંધી દેશને ખૂબ સરસ સંદેશ આપ્યો છે. આ બંન્ને કાશ્મીરી દીકરીઓએ જણાવ્યું કે કોઈ કશું પણ કહે પરંતુ, ભારત અને જમ્મુ કાશ્મીર ક્યારેય પણ અલગ હતું નહી અને કાશ્મીરના લોકો હંમેશા ભારતની સાથે હતા અને છે અને ભાઈ-બહેનના પ્રેમની રીતે અતૂટ સંબંધ ધરાવે છે.
જમ્મુ-કાશ્મીરની બે દીકરીઓએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો - Rakshabandhan
સુરત: દેશમાં કેટલાક લોકોએ ધારણા બાંધી લીધી હતી કે જમ્મુ-કાશ્મીર અને ભારતના લોકો વચ્ચે એક ખૂબ મોટી ખાઇ છે અને આવા લોકોને સંદેશો સુરતમાં આવેલી જમ્મુ-કાશ્મીરની બે દીકરીઓએ આપ્યો છે. જમ્મુ કાશ્મીરની આ બંને દીકરીઓ સુરત ખાતે નર્સિંગ કોર્સ કરી રહી છે. જેને રક્ષાબંધનન પર્વના એક દિવસ પહેલા સુરતના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને ડોક્ટરોને રાખડી બાંધી સંદેશ આપ્યો છે કે દેશના તમામ લોકો તેમના ભાઇ બહેન છે.
જમ્મુથી આવેલી સ્વાતિ શર્માએ જણાવ્યું હતું કે હંમેશા જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ રહ્યો છે. જેવા કે અન્ય રાજ્યો પણ હાલ છે. ભારતના લોકો તેમના માટે ભાઇ બહેન છે અને આ એક ખાસ સંબંધ હંમેશાથી રહ્યો છે. આવનારા દિવસોમાં કશ્મીરની સ્થિતિમાં વધુ સુધારો થશે અને કાશ્મીરના વિકાસમાં દેશભરના લોકો સહયોગ આપશે.
જ્યારે કાશ્મીરથી આવેલી સમીના ફયાઝે જણાવ્યું હતુ કે કાશ્મીરથી હોવા છતાં તે રક્ષાબંધનના પર્વ પહેલા દર્દીઓને રાખડી બાંધી સંદેશ આપવા માગે છે કે દેશના તમામ લોકો કાશ્મીરીઓના ભાઈ બહેન છે અને હંમેશા ભારતના અન્ય રાજ્યના લોકો સાથે મળી એક ભારત માટે કામ કરતા રહે.
સુરત નર્સિંગ એસોસિયેશનના પ્રમુખ ઈકબાલ કડીવાલા એ જણાવ્યું હતુ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે, તેઓએ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે એક ખાસ જાહેરાત કરી હતી આ ખાસ જાહેરાત મુજબ રાજ્યમાં નર્સિંગ કોલેજમાં 35 ટકા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ આવી ને અભ્યાસ શકે છે અને તેમના આજ નિર્ણયના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં જમ્મુ કશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગનો કોર્સ કરી રહ્યા છે.