ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં મોટી સંખ્યામાં શાકભાજીની ખરીદી માટે નીકળેલા લોકો વચ્ચે વિચલિત દ્રશ્યો જોવા મળ્યા - સોશિયલ ડિસ્ટનસિંગ

APMC બંધ થવાના સમાચાર વહેતા થતા સુરતના વેસુ, અડાજણ, વરાછા, કાપોદ્રા અને ઉધના સહિતના અન્ય વિસ્તારોમાં આવેલ શાકભાજી માર્કેટમાં ખરીદી માટે લોકો નીકળી પડ્યા હતા. જ્યાં શાકભાજીની ખરીદી માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી. લોકડાઉન હોવા છતાં મોટી સંખ્યામાં લોકક ભેગા થયા અને પોલીસ લાચાર નજર જોવા મળી હતી.

સુરતમાં મોટી સંખ્યામાં શાકભાજીની ખરીદી માટે નીકળેલા લોકો વચ્ચે વિચલિત દ્રશ્યો જોવા મળ્યા
સુરતમાં મોટી સંખ્યામાં શાકભાજીની ખરીદી માટે નીકળેલા લોકો વચ્ચે વિચલિત દ્રશ્યો જોવા મળ્યા

By

Published : May 7, 2020, 12:06 PM IST

સુરત: શહેરમાં શાકભાજીની ખરીદી કરવા નીકળેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. જ્યાં સોશિયલ ડિસ્ટનસીંગના પણ ધજાગરા ઉડ્યા હતા. પાલિકા દ્વારા 9 મેંથી 14મેં સુધી શાકભાજી બંધ રાખવાનો દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

સુરતમાં મોટી સંખ્યામાં શાકભાજીની ખરીદી માટે નીકળેલા લોકો વચ્ચે વિચલિત દ્રશ્યો જોવા મળ્યા

જ્યારે શાકભાજી નહીં મળશે તેવી ધારણા રાખી લોકોએ અગાઉથી ખરીદી શરૂ કરી દીધી છે. જેને લઈ ગુરુવારે વહેલી સવારે ઉધના, પાંડેસરા, વેસુ, અડાજણ, કાપોદ્રા, વરાછા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં શાકભાજીની ખરીદી માટે નીકળેલા લોકો વચ્ચે વિચલિત દ્રશ્યો જોવા મળ્યા હતા. બાદમાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોચી કાર્યવાહી કરી હતી. પોલીસે શાકભાજી માર્કેટ બંધ કરાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details