ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સામે ક્રિસમસ પરંતુ હીરા ઉદ્યોગમાં પ્રોડક્શન 40 ટકા ઓછું - ઉદ્યોગમાં ઉત્પાદનમાં 40 થી 45 ટકા ઘટાડો

સુરત: શહેરમાં ક્રિસમસ પહેલા હીરા ઉદ્યોગમાં જે રોનક જોવા મળતી હતી એવી રોનક આ વખતે વૈશ્વિક મંદીને કારણે ઘટી ગઈ છે. નોટબંધી જીએસટી બાદ વૈશ્વિક મંદીના કારણે ક્રિસમસના 17 દિવસ પહેલા બજારમાં રોનક નહિંવત છે. એક તરફ જ્યાં 40 ટકા વર્કરો પાસે કામ નથી, નાના-નાના ડાયમંડ વેપારીઓના કારખાના બંધ છે, ત્યારે ઉદ્યોગમાં ઉત્પાદનમાં 40 થી 45 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

surat
સુરતમાં સામે ક્રિસમસ પરંતુ હીરા ઉદ્યોગમાં પ્રોડક્શન 40 ટકા ઓછું

By

Published : Dec 13, 2019, 1:40 PM IST

છેલ્લા ચાર મહિનાથી ડાયમંડ ઉધોગ મંદીના મારથી બેહાલ છે. ક્રિસમસના તહેવારને લઈ હીરા ઉદ્યોગમાં એક આશાનું કિરણ જોવા મળતુ હતું, પરંતુ ક્રિસમસને ફક્ત 17 દિવસ બાકી રહી ગયા હોવા છતા બજારમાં ગ્રાહકો જોવા મળતા નથી. હીરા ઉદ્યોગ ક્રિસમસના સમયે કરોડોનો વેપાર કરતો હતો પણ મંદીને કારણે હીરા ઉદ્યોગના ઉત્પાદનમાં 45 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. હીરા એક્સપોર્ટમાં પણ 30 થી 35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સુરતમાં સામે ક્રિસમસ પરંતુ હીરા ઉદ્યોગમાં પ્રોડક્શન 40 ટકા ઓછું

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને આશા હતી કે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મંદીના કાળા વાદળ ક્રિસમસના સમયે હટી જશે. પરંતુ વૈશ્વિક મંદી અને હોંગકોંગમાં સર્જાયેલા અરજકર્તાના કારણે ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને વર્ષોથી આ ઉદ્યોગમાં પોતાનું સર્વત્ર આપનાર હીરા વેપારીઓ માની રહ્યા છે કે, નોટબંધી, જીએસટી બાદ વૈશ્વિક મંદી અને કેટલાક ડિફોલ્ટરોના કારણે સમગ્ર હીરા ઉદ્યોગની પરિસ્થિતિ દયનીય બની છે. 30 થી 40ટકા નાના હીરાના વેપારીઓ નુકસાનમાં છે. જ્યારે 40 ટકા રત્નકલાકારો પાસે અત્યારે પૂરતું કામ નથી.

હીરા ઉધોગકારોનું માનીએ તો દિવાળી પહેલા હીરા ઉદ્યોગમાં બે શિફ્ટમાં કામ ચાલતુ હતું. પરંતુ દિવાળીના બે મહિના પહેલાથી હાલત વધુ કફોડી થઇ ગઈ છે. જે આશા ક્રિસમસને લઈને હતી તે પણ હાલ નિરાશામાં બદલાઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details