સુરત:સુરતમાં પતિએ જ પત્નીની હત્યા કરી ચોથા માળેમાંથી નીચે ફેંકી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચારચાર ફેલાયો હતો. ઘટના જાણ થતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પતિ સવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં જઈ હાજર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે શહેરના લાસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડનગરમાં રહેતા 29 વર્ષીય રમેશભાઈ કોલ જેઓ ટેમ્પો ચલવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
Surat Crime News: સુરતમાં પતિએ જ પત્નીની હત્યા કરી મૃતદેહ ચોથા માળેમાંથી નીચે ફેંકી દીધો - મૃતદેહ ચોથા માળેમાંથી નીચે ફેંકી દીધો
સુરતના લાસકાણામાં ફરી એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. પતિએ જ પત્નીની હત્યા કરી ચોથા માળેમાંથી નીચે ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના જાણ થતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'આ ઘટના ગઈકાલે મોડી રાતે બની હતી. આ મામલે આરોપી પતિ રમેશભાઈ કોલ જેઓએ વેહલી સવારે જ પોલીસમાં હાજર થઇ ગયા હતા. આરોપીની પત્ની રાજકુમારીનું છેલ્લા ઘણા સમયથી ત્યાંજ રહેતા એક ટ્રક ડ્રાયવર સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ થઇ જતા તેઓ પત્નીને સમજાવ્યું હતું કે આ રીતે કરવું યોગ્ય નથી. તેમ છતાં પત્નીએ આ હરકતો ચાલુ રાખી હતી. આ મામલે ઝગડો થતા સમગ્ર ઘટના બનવા પામી હતી.' -વી.એન પટેલ, પી.આઈ, સરથાણા પોલીસ સ્ટેશન
પ્રેમ પ્રકરણમાં હત્યા: પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાતે તેની પત્ની ટ્રક ડ્રાયવર જોડે વાત કરતા પકડી પડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈને અંતે આરોપી આવેશમાં આવીને પત્નીની હત્યા કરી તેનો મૃતદેહ ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો અને ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. આરોપીને એક 7 વર્ષનો અને એક 3 વર્ષનો એમ બે છોકરાઓ છે. આરોપી ટેમ્પો ચલાવે છે. જોકે આરોપીએ પત્નીની આડા સંબંધમાં હત્યા કરી છે. હાલ તો વધુ પૂછપરછ ચાલી રહી છે.