સુરતમાં સામાન્ય બાબતમાં પતિએ પત્નીની મારી, દુખાવો સહન ન થતાં પત્ની ઊંઘની 5 ગોળી પીને સૂઈ ગઈ સુરત : ઓલપાડ તાલુકાના સાયણ ગામે પતિએ પત્નીને ઢોર માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સાયણ ગામે પત્નીએ તેઓની બહેનપણીને ઘરે બોલાવતા પતિએ પત્ની સાથે ગાળા ગાળી કરી હતી અને સ્ટેમ્પથી માર માર્યો હતો. પત્નીને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરાતા આગળની તજવીજ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : ઓલપાડના સાયણના સહારા પાર્ક, રોયલ એવન્યુમાં ફ્લેટમાં નફીસા અફરોઝ ખાન પઠાણ બે સંતાનો અને પતિ અફરોઝખાન ઉર્ફે કાળું સાથે રહે છે. ગત સોમવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે સાયણમાં પાણીની ટાંકી પાસે રહેતી તેની બહેનપણી મુસ્કાન ધોરાજીવાલા નફીસાને ઘરે મળવા માટે આવી હતી. એ સમયે નફીસાના પતિને મિત્રએ ફ્લેટની નીચે બોલાવતા તે નીચે ગયો હતો. જ્યારે મુસ્કાન ધોરાજીવાલા નફીસાને મળીને ફરી તેના ઘરેથી નીકળી ગયા પછી સાંજે સાત કલાકે અફરોઝખાન દારૂ ઢીંચી ફ્લેટ પર આવ્યો હતો અને નફીસાને અપશબ્દો બોલી કહ્યું કે, તને મેં ઘણી વખત કહ્યું છે કે મુસ્કાન સાથે તારે કોઇપણ પ્રકારનો સંબંધ રાખવાનો નથી અને બોલવાનું પણ નથી.
ચપ્પુથી પતાવી દેવાની ધમકી :વધુમાં પતિએ કહ્યું હતું કે, તેમ છતાં તું મુસ્કાનને બોલાવીને ઘરમાં કેમ ઘુસાડે છે? જેથી નફીસાએ પતિને ખાતરી આપી હતી કે, હું મુસ્કાનનો ફોન આવશે ત્યારે તેને ના કહી દઈશ અને હવે પછી તેને ઘરે પણ ન બોલાવીશ. તેમ છતાં અફરોઝખાને તેને ઢીકા મુક્કીનો માર મારી ચપ્પુથી પતાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પણ પત્નીને સ્ટમ્પ વડે ફટકારી બંને સંતાનને ધમકાવી ઘરની બહાર જતો રહ્યો હતો.
ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. મહિલાની તબિયતમાં સુધારો આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તેમજ આજે આ ગુનાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આગળની તજવીજ શરૂ છે. - સંતોષભાઈ (પોલીસ જમાદાર)
ઇજાગ્રસ્ત પત્ની ઊંઘની પાંચ ગોળી પી સૂઈ ગઈ :નફીસાને માર પડવાથી દુખાવો થતાં તે રાત્રે સારવાર માટે દવાખાને જવાને બદલે ઊંઘની પાંચેક ગોળીઓ પી ઘરમાં સૂઈ ગઈ હતી. જો કે, મંગળવારે તેને શરીરે દુખાવો વધુ થતાં સારવાર અર્થે અમરોલી ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડાઈ હતી. જોકે, નફીસાને હોશ આવતાં ગત બુધવારે હોસ્પિટલના બિછાનેથી પતિ અફરોઝખાન ઓલપાડ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- Delhi Crime: બાળકીને ઈસ્ત્રીથી દઝાડીને મારપીટ કરનાર મહિલા પાયલોટ અને પતિ સાથે થઇ મારપીટ
- Ahmedabad Crime: ચાંદખેડામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે પતિ અને જેઠની કરી ધરપકડ
- Banaskantha News: ડીસામાં આશા બહેને વૃદ્ધાશ્રમ ચલાવવા માટે પતિ સાથે લીધા છૂટાછેડા