મોબાઈલમાંથી મળ્યું આત્મહત્યા પાછળનું કારણ, ઝારખંડ સુધી પહોંચી પોલીસ તપાસ સુરત: ઓનલાઇન પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરીને યુવકને આત્મહત્યા સુધી મજબૂર કરનાર કેસમાં મોટી અપડેટ સામે આવી છે. તારીખ બીજી માર્ચે કતારગામ વિસ્તારમાં એક વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર થયો હતો. પછી પોતાની જાતને પડતી મૂકી હતી. જે પાછળનું સચોટ કારણ પોલીસને મળી આવ્યું છે. જેમાં હની ટ્રેપ હોવાનું ખુલતા પોલીસે આખી ગેંગ સુધી પહોંચવા યોજના ઘડી હતી. પરિવારજનો તેમજ પોલીસને પણ વિદ્યાર્થીની અંતિમવિધિ થયા બાદ મૃતકના મોબાઇલમાંથી ખબર પડી હતી કે આત્મહત્યા પાછળનું કારણ હની ટ્રેપ છે. ઝારખંડ બિહાર અને કલકત્તાના નંબર પરથી વારંવાર ફોન આવતા હતા. જેમાં પૈસા માંગી પઠાણી ઉઘરાણી કરાતી હતી.
આપઘાત પાછળનું કારણ:બે માર્ચના રોજ સુરતની વિદ્યાર્થી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બની હતી. આખરે તેને આત્મહત્યા કરી લીધીહતોી. વિદ્યાર્થીએ આ પગલું શા માટે ભર્યું તે એક રહસ્ય હતું, પરંતુ જ્યારે વિદ્યાર્થીના અંતિમ વિધિ બાદ પરિવારજનોએ તેનો મોબાઇલ જોયો ત્યારે ખબર પડી કે આત્મહત્યા પાછળનું કારણ ઓનલાઇન હનીટ્રેપ અને બ્લેકમેલિંગ છે.
આ પણ વાંચો Surat Crime : ગામમાં હાથમાં બંદૂક લઈને રોફ જમાવવો યુવકને પડ્યો ભારે
ગેંગના સાગીરતની ધરપકડ:પોલીસને જાણવા મળ્યું હતું કે બિહાર ઝારખંડના કેટલાક નંબરોથી વિદ્યાર્થીને ફોન કરાયા હતા. જેના આધારે પોલીસે ઝારખંડની જામતાલા ગેંગના સાગીરતની ધરપકડ કરી છે. જે બીએ પોલિટિકલ સાયન્સ કરી ચૂક્યો છે. આરોપી અને તેના અન્ય સાથીઓએ મળી ધોરણ 12 ના સગીર વયના વિદ્યાર્થીને પહેલા વીડિયો કોલ કરી ત્યારબાદ ઓનલાઇન હનીટરેબની જાળમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં તેની પાસેથી 9,600 ઓનલાઈન ટ્રાન્જેક્શન પણ કરાવ્યા હતા. આ ટોળકી દ્વારા સતત રૂપિયાની માંગણી કરવામાં આવતા અને બ્લેકમેલ કરાતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આ ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ પોલીસ કરી રહી છે.--ડીસીપી રૂપલ સોલંકી
આ પણ વાંચો Surat Crime : મારામારી કરવાની ના પાડી તો સીચોડાના માલિક અને ભાગીદારોને જ ટીપી નાખ્યાં
ફોટા અને વિડીયો થકી બ્લેકમેલ:વિદ્યાર્થીની અંતિમ વિધિ કર્યા બાદ જ્યારે પરિવારના સભ્યો ઘરે આવ્યા અને તેનો મોબાઇલ જોયો ત્યારે તેના આપઘાત પાછળનું કારણ પરિવારને જાણવા મળ્યું હતુ. પરિવારના સભ્યોએ જોયું કે તેને અજાણ્યા નંબર પરથી ફોટા અને વિડીયો થકી બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. પીડિત વિદ્યાર્થીએ ત્રણ દિવસ પહેલા જ રૂપિયા પણ ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. ઓનલાઇન હની ટ્રેપ માં ફસાવનાર ટોળકી દ્વારા વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી . જે નંબરથી વિદ્યાર્થીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. તે ઝારખંડ, કલકત્તા અને બિહારના નંબર હતા. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીને મેસેજ અને કોલના માધ્યમથી તેના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી.