સુરતઃશહેરના પાલ વિસ્તારમાં આવેલ RTO કચેરી નજીક મંગળવારની રાત્રે બનેલી હિટ એન્ડ રન (Surat hit and run) ઘટનામાં જરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો. પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે રહેતા 28 વર્ષીય ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલાં કિમથી આવેલા પિતરાઈ ભાઈ સાથે ઘરકામનો(Surat city police) થાક ઉતારવા ભાવેશ બાઇક લઈ ફરવા નીકળ્યો હતો.
હવામાં ફંગોળાઇને નીચે પડતાં માથામાં ઇજા
અન્નપૂર્ણા મંદિર નજીક ટર્નિંગ નજીક સ્પીડમાં આવતી કારે બાઇકને અડફેટે લેતાં પાછળ બેસેલો ભાવેશ હવામાં ફગોળાઈ ગયો હતો. જ્યારે બાઇકચાલક અક્ષય જમીન પર પછડાયો(hit and run)હતો અને ભાવેશનું ઘટનાસ્થળે જ માથાની ઇજાને લઈ મોત નીપજ્યું હતું, જ્યારે અક્ષયને સામાન્ય ઇજા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેટળ લઈ જવાયો હતો.
આ પણ વાંચોઃસુરતમાં હિટ એન્ડ રન: બાઇક પરથી પડી ગયેલી બેગ લેવા જતા કારે મારી ટક્કર, પત્નીનું મોત