સુરતઃશહેરના વરાછા વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી સ્કુલમાં (PP Savani School of Surat city )આજે પ્રખરતા શોધની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થિનીઓ મુસ્લિમ સમાજની હોઇ અને તેઓ પરીક્ષા આપવા માટે બુરખો પહેરીને આવ્યા(Surat Hijab Controversy) હતા. જેથી સામાજિક અને સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આનો વિરોધ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં વરાછા પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી કેટલા સામાજિક સંસ્થા અને વિશ્વ હિન્દુ પરિષદના (Opposition by Vishwa Hindu Parishad )કેટલાક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન (Surat Varachha Police)લઈ ગઈ હતી.
સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધાર્મિક ગણવેશ પહેરીને કઈ રીતે આવી શકે?
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad)દ્વારા એમ કહેવામાં આવ્યું કે હિજાબની જે ઘટના આખા (Surat Hijab Controversy)દેશમાં બની રહી છે. આજે ગુજરાતને પણ સાહીનબાગ તરફથી લઈ જવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધાર્મિક ગણવેશ પહેરીને કઈ રીતે આવી શકે? એ મોટો પ્રશ્નન છે. વિદ્યાર્થીઓ શાળાના ગણવેશમાં આવે તે જ સારું છે. બાકી આ ચાલવામાં આવશે નહીં. આખા ગુજરાતની અંદર આનો વિરોધ કરવામાં આવશે.