સુરતઃશહેરના દર્દીઓને હવેથી હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ( Surat Heart and Lung Transplant Facility )માટેમુંબઈ કે અમદાવાદ જવાનીજરૂર પડશે નહિ કારણકે હવેથી આ સુવિધા શહેરના મહાવીર હોસ્પિટલમાં (Surat Mahavir Hospital )સરળતાથી થઈ શકશે.ભારત ભરમાં અંગદાન માટે સુરત મોખરે પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટે અન્ય શહેરમાં જવું પડતું હતું.
હૃદય અને ફેફસાના અતિ ગંભીર દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતા
સુરત શહેરના દર્દીઓને હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ ( Surat Heart and Lung Transplant Facility )માટે મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું. પરંતુ હવેથી આ સુવિધા માટે ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગન એક્ટ 1984 (Transplantation Organ Act 1984 )હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે સરકાર દ્વારા સુરત મહાવીર હોસ્પિટલ પરવાનગી (Surat Mahavir Hospital )આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં સુરતમાં હાર્ટ ટ્રાન્સપોર્ટ માટે એક પણ સેન્ટર હતું નહી. જોકે સુરત જ્યાંથી અત્યાર સુધીમાં 980 અંગદાન થઈ ચૂક્યા છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધુ અંગન આપતું શહેર સુરત છે અને હવે હ્નદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટની અમૂલ્ય ભેટ મળી છે.સુરતમાં અત્યાર સુધી 414 કિડની, 176 લિવર, 8 પેન્ક્રીઆસ, 39 હૃદય, 26 ફેફસાં અને 318 ચક્ષુઓ સહીત કુલ 981 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
હ્નદય અને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલને પરવાનગી