સુરત: શહેરમાં હાલ મરી મસાલાની સીઝન ચાલી રહી છે. સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં( Health department raids in Surat)આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરતના દરેક ઝોનમાં મસાલાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી છે. જો ભેળસેળ હોવાનું બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા આ પણ વાંચોઃસુરતના વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગના દરોડા
સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલાશે -મોટી સંખ્યામાં લોકો મરી મસાલાની ખરીદી(Surat health department )કરતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરેક ઝોનની અંદર મસાલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે. સવારથી જ આરોગ્ય વિભાગની ટીમ મસાલાના વેપારીઓને ત્યાં પહોચી હતી અને ત્યાંથી મસાલાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલો લઈને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે અને જો કોઈ ભેળસેળ બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃમહેસાણા તોલમાપ વિભાગ દ્વારા વિસનગરમાં ફરસાણની દુકાન પર દરોડા
લેવાયેલા સેમ્પલોનું રીઝલ્ટ 13 દિવસમાં આવશે -ફૂડ સેફટી ઓફિસર ડી કે પટેલે જણાવ્યું હતું કે શહેરના તમામ ઝોનમાં મરી મસાલાની સીઝન ચાલી રહી છે. ત્યારે રોડ પર માંડવાઓની અંદર મરી મસાલાનું વેચાણ થાય છે તેમજ દળી આપવામાં આવે છે. ત્યારે આવી તમામ જગ્યાએથી નમુનાઓ લેવામાં આવ્યા છે. આ નમુના લઈને તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ ભેળસેળ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લેવાયેલા સેમ્પલોનું રીઝલ્ટ 13 દિવસમાં આવે છે.