ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના સૌથી 'અમીર ગણપતિ' બન્યા છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર...જૂઓ આ વિશેષ અહેવાલ - ગણેશ ચતુર્થી વિશેષ

સુરતઃ મહિદરપુરા દાળીયા શેરીમાં સૌથી જૂના અને સુરતના સૌથી અમીર ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતાં. અહીં સ્વર્ણ આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમન્ડથી સુશોભિત અઢી કિલો સોનાની શ્રીજીની પ્રતિમા દાળિયા શેરી યુવક મંડળ દ્વારા સ્થાપવામાં આવી છે. રસ્તા પર નીકળેલી શ્રીજીની આ શાહી સવારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

richest Ganpati

By

Published : Sep 3, 2019, 10:02 PM IST

વર્ષ 1972થી શહેરના મહિધરપુરા દાળિયા શેરીમાં ખાતે બીરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાડીયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે.

સુરતના સૌથી 'અમીર ગણપતિ' બન્યા છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર...જૂઓ આ વિશેષ અહેવાલ
શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છે.

શ્રીજીની પ્રતિમાની સ્થાપના માટે લાખોના ખર્ચે વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશમાં રહેતા ભક્ત દ્વારા લાલ રંગનો હીરો ભગવાનને અર્પિત કરવામાં આવ્યો હતો ,જે હીરો શ્રીજીની પ્રતિમાના મધ્યમાં આવેલ મુગટમાં મુકવામાં આવ્યો છે. ગણેશજી ની પ્રતિમાં ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓમાં આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરતથી સ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...

ABOUT THE AUTHOR

...view details