ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ઠંડીએ જોર પકડ્યું, સવારથી ધૂમમ્સભર્યું વાતાવરણ છવાયું - સુરતનું અધિકતમ તાપમાન 27.7 ડિગ્રી

સુરત: શહેરમાં ઠંડીનો ચમકારો વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે શહેરના જહાંગીરપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં ધૂમમ્સભર્યું વાતાવરણ છવાયું હતું. હાડ થિજવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો શહેરીજનો અનુભવી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ઠંડીનો ચમકારો આવતા અઠવાડિયે પણ જોવા મળશે.

surat
સુરત

By

Published : Jan 2, 2020, 12:34 PM IST

ભારે ઠંડીના કારણે શહેરીજનો ઠંડીથી રક્ષણ મેળવવા માટે જેકેટ, સ્વેટર પહેરીને કે મફલર વિંટાળીને બહાર નિકળ્યા હતા. બીજી તરફ શહેરમાં ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાશે.

સુરતમાં ધૂમમ્સભર્યું વાતાવરણ છવાયું

શહેરનું ગુરૂવારના રોજ અધિકતમ તાપમાન 27.7 ડિગ્રી, લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 25 ટકા, હવાનું દબાણ 1017.6 મિલીબાર અને નોર્થ-ઇસ્ટમાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

ABOUT THE AUTHOR

...view details