સુરતશહેર હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. સુરતની એવી અનેક પ્રતિભાવ છે કે જેઓ પોતાના પ્રદર્શનથી સુરત અને ગુજરાત જ નહીં પણ ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગૌરવનું કરી રહ્યા છે. સુરતના સૌરભ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મીના વાંકાવાલાની આગામી 6 ઓક્ટોબરના (Dr Mina selection for the Iron Man World Championship)રોજ અમેરિકાના હવાઈ ખાતે આયોજીત આયર્ન મેન વર્લ્ડ ચેમ્પિયનશિપ (Ironman World Championship)માટે પસંદગી કરવામાં આવી છે.
ભારતમાંથી ક્વાલિફાય થનાર પ્રથમ મહિલાઆ ગેમ ખૂબ જ કઠિન ગણાતીઆ ટ્રાઈક્લોન સ્પર્ધામાં તેઓ એક જ દિવસમાં ચાર કિલોમીટર સ્વિમિંગ ,180 km સાયકલિંગ અને 42 કિલોમીટર રનીંગ (Dr Mina selection for Iron Man World Championship)કરશે. જોકે ડૉ.મીના વાંકાવાલા આ સ્પર્ધા માટે ભારતમાંથી ક્વાલિફાય થનાર પ્રથમ મહિલા છે. ડો.મીના વાંકાવાલા સુરતમાં છેલ્લા 25 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે તેમના પિત ડૉ.નૈનેશ વાંકાવલા ઓર્થોપેડિક સર્જન છે. આ ડોક્ટર દંપત્તિ સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો લગાવો ધરાવે છે. ડૉ.નૈનેશ વાંકાવાલા અને ડૉ.મીના વાંકાવાલા વર્ષ 2010 થી અલગ અલગ મેરાથોન દોડમાં ભાગ લઈ રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ આ ટાસ્ક પૂર્ણ વાની આશા ડોક્ટર મીના વાંકાવાલાએ વ્યક્ત કરી છે.