ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Gaushala: અનોખી ગૌશાળા, ગૌઉત્પાદનની તમામ રકમ વપરાય છે ગાયો પાછળ - Surat cow

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક એવી ગૌશાળા કાર્યરત છે. જે ગીર ગાયનું સંવર્ધન માટે આદર્શ છે. જ્યાં કુલ 150 જેટલી ગીર ગાય બે વખત નેપીયર ઘાસ ખાય છે. બે વખત ભરડો તેમને આપવામાં આવે છે. ગુલાબ ભાઈ ગઢિયા તમામ ગાયોનાં સંવર્ધક છે. આ ગૌશાળા થકી જે દર મહિને છથી સાત લાખની આવક થાય છે. જે સંપૂર્ણ રીતે ગાય માતાના ખોરાક અને સંવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે.

ગૌશાળા ની સંપૂર્ણ આવક
ગૌશાળા ની સંપૂર્ણ આવક

By

Published : Apr 27, 2023, 1:44 PM IST

ગૌશાળાની સંપૂર્ણ આવક ગાય માતા માટે જ

સુરત:ગાય માટેનું દાન મહાદાન કહેવામાં આવે છે. સાત દાનમાંથી સૌથી મોટું દાન ગાય દાન કહેવામાં આવે છે. ગાય માટે કોઇ વસ્તુ દાન કરવામાં આવે છે તો ચોક્કસ તેનું પુણ્ય મળે છે. હંમેશા ગાયો માટે સેવા કરતા લોકોને સ્વર્ગમાં સ્થાન મળતું હશે. સુરતમાં કતારગામ વિસ્તાર ખાતે આવેલા મોટીવેટ વિસ્તારમાં ગોપીનાથ ગૌશાળા કાર્યરત છે. ગુલાબભાઈ ગઢિયા દ્વારા ગાયની સેવા કરવામાં આવે છે. ગૌ શાળામાંથી જે પણ રકમ મળે છે તે ગાય માટે જ વપરાશમાં લેવાય છે. આજના સમયમાં આવા લોકો કૃષ્ણનું હોવાનું મનાય રહ્યું છે.

ગૌશાળા 2.3 વીઘાની જગ્યામાં: આ ગૌશાળામાં કુલ 150 થી પણ વધુ ગીર ગાયો છે. આ તમામ ગાયનું સંવર્ધન અને કાળજી ગુલાબભાઈ ગઢિયા દ્વારા કરવામાં આવે છે. 62 વર્ષીય ગુલાબભાઈ દ્વારા ગૌશાળા કોઈ વેપાર માટે નહીં, પરંતુ ગાયોની સેવા માટે શરૂ કરવામાં આવી છે. આ ગૌશાળા 2.3 વીઘાની જગ્યામાં બનાવવામાં આવી છે. કુલ 150 ગાયમાંથી 50 એવી છે. જે દૂધ આપી શકે એમ નથી. પરંતુ 100 જેટલી ગાય દૂધ આપે છે. આ ગૌશાળા જોવા માટે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના લોકો પણ આવતા હોય છે.

આ પણ વાંચો Surat News : બિલ્ડીંગની મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ

સાત લાખ રૂપિયાની આવક:ગૌશાળામાં ગાયોની સેવા ગૌશાળાથી દર મહિને દૂધ, ઘી, છાશ તેમજ ખાતરના વેચાણ થી ગુલાબભાઈ ગઢિયા છ થી સાત લાખ રૂપિયાની આવક થતી હોય છે. આ સંપૂર્ણ આવક તેઓ ગૌશાળા અને ગાય માતાના સંવર્ધન તેમજ ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે. ગુલાબભાઈના પરિવારમાં 9 જેટલા સદસ્ય છે. તેમના એક પુત્ર હીરા ઉદ્યોગમાં જ્યારે બીજો કન્સ્ટ્રકશન ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેઓ ગૌશાળામાં ગાયોની સેવા કરવા પાછળ પોતાનો મહત્તમ સમયે પસાર કરે છે.

સંપૂર્ણ રીતે પ્રાકૃતિક: ગુલાબભાઈ એ જણાવ્યું હતું કે, હાલ ગૌશાળામાં 150 થી વધુ ગાયનું સંવર્ધન કરવામાં આવે છે. આ માટે ગોપીનાથ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. 12 વર્ષ પહેલાં આ ગૌશાળામાં માત્ર ત્રણથી ચાર જેટલી ગાયો હતી. ઉનાળામાં પણ આ ગાયને લીલો ચારો અમે આપીએ છીએ. એટલું જ નહીં બે વખત નેપિયર ચારો તેમને ખાવા માટે આપવામાં આવે છે. બીજી બાજુ બે વખત તેમણે સ્વીટ કોર્ન આપવામાં આવે છે. નેપિયર ઘાસ આપવા માટે પોતાની જમીન પર તેને ઉગાડીએ છીએ. જેથી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ઘાસચારો ગૌવંશને મળી શકે.

આ પણ વાંચો Surat News : સુરતની પાલ આરટીઓ ઓફિસે ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું સરપ્રાઇઝ ચેકિંગ, શું જોયું જાણો

પોષક તત્વોથી ભરપૂર: જે બરોડો તૈયાર કરવામાં આવે છે. એ કોપરા, ચણા, અડદ, તુવેર અને મકાઈથી તૈયાર કરવામાં આવે છે. નેપિયર ઘાસ એ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં પ્રોટીન પણ વધારે હોય છે. જે પશુઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એટલું જ નહીં અમે અમારી તમામ ગાય દ્વારા આપવામાં આવેલા દૂધથી બ્રહ્મ મુહૂર્તમાં ઘી, માખણ અને છાશ બનાવી છીએ.

ABOUT THE AUTHOR

...view details