ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Gas Refilling : માત્ર 80 રુપિયામાં ગેસ ભરાવવાનો ધંધો ફૂલ્યોફાલ્યો, વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું - gas refilling viral Video in Palsana

સુરતના પલસાણામાં ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગના વેપલાનો વીડિયો સામે આવ્યો છે. પુરવઠા વિભાગની સામે આ વીડિયો આવતા ટીમ દોડતી થઈ ગઈ હતી.

Surat Gas Refilling : માત્ર 80 રુપિયામાં ગેસ ભરાવવાનો ધંધો ફૂલ્યોફાલ્યો, વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું
Surat Gas Refilling : માત્ર 80 રુપિયામાં ગેસ ભરાવવાનો ધંધો ફૂલ્યોફાલ્યો, વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું

By

Published : Feb 10, 2023, 1:20 PM IST

સુરતમાં શાકભાજીની જેમ માઈક લગાવી ગેસ રિફીલિંગનો ધંધો ફૂલ્યોફાલ્યો

સુરત : એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે. તો બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટે ભાગના ગામોમાં ખુલ્લેઆમ માઈક લગાવી LPG ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વેપલો કરવામાં આવી રહ્યો છે.

80 રૂપિયે કિલોના ભાવે LPG રિફીલિંગ :સુરતજિલ્લાના પલસાણા તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર LPG ગેસનું વેચાણ થઈ રહ્યું છે. ગેસનો વેપલો કરનારાઓ દ્વારા 80 રુપિયે કિલો ગેસનું ગેરકાયદેસર વેચાણ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

પલસાણામાં ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગના વેપલો

જાહેરમાં માઇક લગાવીને થઈ રહ્યું છે વેચાણ :જાહેર માર્ગ પર માઈક લગાવી વજન કાંટો મૂકી 80 રૂપિયા કિલો LPG ગેસનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા જોળવા, તાતીથૈયા, વરેલી, બલેશ્વર અને પલસાણા ખાતે જાહેરમાં શાકભાજીની જેમ માઈક લગાવી 80 રુપિયે કિલો LPG ગેસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :Unauthorized Meat shop: નવસારીમાં મંજૂરી વગર ચાલતી ચીકન-મટનની દુકાનો સીલ, પાલિકાએ કરી લાલ આંખ

વીડિયો વાયરલ થયા બાદ પુરવઠા વિભાગ દોડતો :વીડિયો વાયરલ થતા મામલતદારની ટીમ દોડતી થઈ હતી. પુરવઠા વિભાગના રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદેસર વેપલા પર મામલતદારે દરોડા કર્યા હતા. બલેશ્વર અને તાતીથૈયા ખાતે દરોડા કરી 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે પુરવઠા વિભાગની મિલી ભગત હોય તેમ કોઈ ઠોસ કાર્યવાહી નહીં થતાં હજી સુધી એકેય આરોપીની અટક સુદ્ધા કરવામાં આવી નથી. માત્ર દરોડા અને કાર્યવાહીના નામે પુરવઠા વિભાગ બચાવ કરતું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :Surat Crime News: સુરતમાં ગેરકાયદેસર આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

માહિતી મળતા પુરવઠા વિભાગે છાપો માર્યો :પલસાણા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર એચ.એચ. કાકલોતરે જણાવ્યું હતું કે, અમને ગેરકાયદેસર LPG રિફીલિંગ થતું હોવાની જાણ થતાં જ છાપો મારી બલેશ્વર અને તાતીથૈયા ગેસ સિલિન્ડર સહિતનો સામાન જપ્ત કર્યો છે. જેમ જેમ માહિતી મળતી જશે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details