ગુજરાત

gujarat

ETV Bharat / state

તક્ષશીલા અગ્નિકાંડને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં રાખવામાં આવી - અનુચ્છેદ 370

સુરત: ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ગણેશ આયોજકો દ્વારા લાખોની ખર્ચ કરી અવનવી થીમ તૈયાર કરવામાં આવી છે. જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતમાં અડાજણ સ્થિત ગાર્ડન ગ્રુપ દ્વારા ચાર જેટલી અલગ અલગ પ્રતિકૃતિઓ પર થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં તક્ષશીલા અગ્નિકાંડની ઘટનાને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં ઉભી કરવામાં આવી છે. જ્યારે સુરતના કેબલ બ્રિજ સહિત અન્ય ત્રણ થીમ પણ રજૂ કરવામાં આવી છે.

surat

By

Published : Sep 4, 2019, 11:26 AM IST

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ આયોજકો દ્વારા પંડાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત ગણેશ પંડાલની અંદર સમાજના લોકોને સંદેશા પાઠવતી થીમો પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને અહીં જીવંત કરવામાં આવી છે.

તક્ષશીલા અગ્નિકાંડને જીવંત કરતી થીમ ગણેશ પનડાળમાં રાખવામાં આવી
બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને આર્ટિકલ 35-A રદ કરતી થીમ પણ ઉભી કરવામાં આવી છે. શહેરમાં પ્રવેશતા ભારે વાહનોના કારણે થતાં અકસ્માત જેવી ઘટનાઓને પણ થીમ દ્વારા રજૂ કરવામાં આવી છે. બીજી તરફ સુરતની શોભા સમાન ગણાતા કેબલ બ્રિજની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. આ સાથે આગની ઘટના ના સમયે લોકો દ્વારા ફાયરના જવાનોને મદદ કરવામાં આવે તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈ ફાયર સેફટી ઉભી કરવા અંગેનો પણ મેસેજ આપવામાં આવ્યો છે. પનડાળમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લઈ અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં વિસર્જન વેળાએ પંડાલમાં બિરાજમાન મુશક રાજના હાથમાં મુકાયેલ શાવર થી શ્રીજીની પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details