સુરત : ઉમરપાડાના જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો આવ્યો હતો. જે મામલે પ્રાથમિક તપાસમાં અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયાનું જાણવા મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ મૃતક યુવકના વાલી વારસા સુધી પહોંચવા તજવીજ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવકનું નામ શૈલેષ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. તેઓ સુરત શહેરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તાત્કાલિક મૃતક શૈલેષના ઘરે પહોંચી હતી અને પરિવારના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
પત્નીને મિત્ર પર શંકા : પોલીસે મૃતક શૈલેષના ઘરના સભ્યોના નિવેદનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મૃતક શૈલેષની પત્નીએ તેમના પતિના મિત્ર ઘનશ્યામ સોલંકી પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તાત્કાલિક ઘનશ્યામ સોંલકીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મૃતક શૈલેષ ચૌહાણનો મિત્ર ઘનશ્યામ જેઓ સુરત જિલ્લો છોડી ભાગી જવાની તૈયારીમાં છે. તેઓ કામરેજના ધોરણ પારડી તરફ જઈ રહ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘનશ્યામ સોલંકીને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો :Sabarkantha Murder : કાળજુ કંપાવી નાખે તેવું સ્વરૂપ, પારિવારીક બોલાચાલીમાં કુહાડીથી એક ઘરમાં ત્રણ હત્યા