સુરત : સિનિયર સિટિઝન સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ શ્રુતિ નગર પાસે 500થી વધારે સિનિયર સીટીઝનનું ગ્રુપ છે. આ સિનિયર સિટીઝન સાથે થોડા સમય પહેલા જ એક ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા મથુરા, ગોકુળ, હરિદ્વાર ઓછા પૈસામાં લઈ જવામાં આવશે તેવું કહીને પૈસા લઈને ગયા હતો. પૈસા લઈ લોકોને ઓનલાઇન ટિકિટ તો મોકલી પણ ઓરીજનલ ટિકિટ હજી સુધી આપવામાં આવી નથી. લોકો સુરતથી હરિદ્વાર જવાના હતા. પરંતુ ટુર સંચાલક અને તેની માતા ફોન સ્વીચ ઓફ કરીને કસે જતા રહ્યા છે. ટ્રાવેલ્સનો સંચાલક અજય તેની માતા ભાજપમાં ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચુકી છે. આ બાબતને લઈને સિનિયર સિટિઝન દ્વારા સુરત પોલીસ કમિશનને આ આવેદનપત્ર આપ્યું હતું.
ટુર સંચાલકના માતા ભૂતપૂર્વ કોર્પોરેટર :આ બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા મહિલા માલતી ગાંધીએ જણાવ્યું કે, અમે લોકો હરિદ્વાર, ગોકુલ, મથુરા જવાના હતા. અજય કરીને એક છોકરો છે તેની માતા ભાજપમાં છે. તેઓ અમારે ત્યાં આવીને અમારી પાસે પૈસા લઈ ગયા છે. અમારા બધાને મળીને કુલ પંદર લાખ રૂપિયા છે. અમારી 31 તારીખની આજની રાતની ટુર છે. એ ભાઈ છેલ્લા પાંચ દિવસથી ફોન ઉંચકતા નથી. એમની માતા પણ ફોન સ્વીચ ઓફ કરીને કસે જતા રહ્યા છે. જેના ઘરે તપાસ કરી તો ત્યાથી જાણવા મળ્યું કે, એ લોકોએ ઘર ખાલી કરીને કસે જતા રહ્યા છે.
આ પણ વાંચો :Ahmedabad Crime News : TMT સળિયાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો