ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : વન વિભાગની કચેરીને ગાયના છાણમાંથી બનાવેલા કલરથી રંગી, સસ્તા સાથે ગરમીમાં રાહત - ગાયના છાણમાંથી બનતી વસ્તુ

ગાયના છાણથી બનાવવામાં આવેલા કલરથી સુરત વન વિભાગની કચેરીને રંગવામાં આવી છે. આ કલર બજારમાં મળનારા કલર કરતાં ઘણો સસ્તો પડે છે. તેમજ પાંચ વર્ષની વોરંટી સાથે ભીષણ ગરમીમાં રાહત આપવાની ખાસિયત ધરાવે છે. ત્યારે શું છે સમગ્ર વાત જૂઓ વિગતવાર.

Surat News : વન વિભાગની કચેરીને ગાયના છાણમાંથી બનાવેલા કલરથી રંગી, સસ્તા સાથે ગરમીમાં રાહત
Surat News : વન વિભાગની કચેરીને ગાયના છાણમાંથી બનાવેલા કલરથી રંગી, સસ્તા સાથે ગરમીમાં રાહત

By

Published : May 22, 2023, 4:40 PM IST

સુરત વન વિભાગની કચેરીને ગાયના છાણમાંથી બનાવેલા કલરથી રંગી

સુરત :વન વિભાગની કચેરીને એક ખાસ કલરથી રંગવામાં આવી રહી છે, જ્યારે બજારમાં અનેક પ્રકારના બ્રાન્ડેડ કલર છે, ત્યારે સુરત વન વિભાગની કચેરીને ગાયના છાણથી બનાવવામાં આવેલા પેઇન્ટથી કલર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રથમ પહેલ છે. જોકે સુરત વન વિભાગની કચેરી જ નહીં પરંતુ સુરત વન વિભાગ અંતર્ગત આવનાર વન વિભાગ અધિકારી અને કર્મચારીઓની કોલોની સહિત ચેકપોસ્ટ અને ચોકીઓને પણ આ ઇકો ફ્રેન્ડલી કલરથી રંગવામાં આવશે.

અન્ય કલર કરતા આ કલર જુદો : સુરતના અડાજણ વિસ્તાર ખાતે આવેલા વન વિભાગની કચેરીને ખાસ પ્રાકૃતિક પેન્ટથી કલર કરવામાં આવી રહ્યો છે. આ ઇકો ફ્રેન્ડલી કલરની વાત કરવામાં આવે તો એનો ઈમલેશન અને ડિસ્ટેમ્પર અન્ય કલર કરતા જુદો છે. આ કલર એન્ટિફંગલ, વોશૅબલ અને એન્ટી બેક્ટેરિયલ હોય છે, સાથે જ નોન ટોક્સિક હોવાના કારણે પર્યાવરણને અનુકૂળ છે. આ કલરની ખાસિયત છે કે, સામાન્ય અને બજારમાં મળનારા કલર કરતાં 20થી 30 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે.

સંપૂર્ણ રીતે વૈદિક કલર છે :જે પ્રકારની કલરની જરૂરિયાત હોય તેના કુદરતી રંગ દ્રવ્યથી એને અન્ય રંગોથી મિશ્રિત કરવામાં આવે છે, એટલું જ નહીં કાર્બનિક વાઈન્ડરના કારણે તેની ફાસ્ટિંગ પ્રક્રિયા વધુ મજબૂત થઈ જાય છે. આ સંપૂર્ણ રીતે વૈદિક કલર છે. જેના કારણે ગામના પશુપાલકોને લાભ થઈ રહ્યો છે, એટલું જ નહીં આ કલર માટે પાંચ વર્ષની વોરંટી આપવામાં આવતી હોય છે. તો બીજી ખાસિયતની વાત કરવામાં આવે તો બહાર કેટલી પણ ગરમી હોય પરંતુ આ કલર જે પણ બિલ્ડીંગમાં લગાવવામાં આવ્યા હોય તેની અંદર તેની ગરમી અનુભવ થતી નથી.

આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રથમવાર ખાદી કમિશન દ્વારા પ્રાકૃતિક ખાદી કલરની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાકૃતિક રંગદ્રવ્ય સહિત આ ગાયના છાણની પેઇન્ટ છે. ખાસ કરીને અમે અમારા ફોરેસ્ટ વિભાગની બિલ્ડીંગને કલર કરવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છે. ગાયના છાણમાંથી આ તૈયાર થયેલ છે. જેથી આ થર્મલ ઇન્સ્યુલેટર છે, સાથો સાથ આ એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટી ફંગલ પણ છે. પાંચ વર્ષની વોરંટી સાથે આ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી કલર છે. આનંદ કુમાર - (DCF, વન વિભાગ)

ભીષણ ગરમીથી રાહત આપે :સાથે તેઓએ જણાવ્યું હતું કે, સૌથી અગત્યની વાત આ છે કે આ નેચરલ કલર અન્ય કલર કરતા 20થી 30 ટકા સસ્તો હોય છે. આવનાર દિવસોમાં વન વિભાગની જે કોલોની છે. ચોકીઓ, ચેકપોસ્ટ પર આ કલરથી પેઇન્ટ કરવાનું આયોજન અમે કરી રહ્યા છે. ખાદી પેન્ટના ડીસ્ટેમ્પર અને એમોર્જન ના કારણે આ થર્મલ ઇન્સ્યુલેટર હોય છે. ભીષણ ગરમીમાં પણ આના કારણે રાહત મળી શકે છે. આની અંદર કોઈ હેવી મટીરીયલનો પણનો વપરાશ કરવામાં આવતો નથી.

Surat News : ગાયોને લઈને મોર્નિંગ વોક પર જતો સુરતી પરિવાર, જાણો 'જયા'ની જોરદાર વાત

Kutch News : ગૌપ્રેમનો અનોખો મહિમા કરતો ગોબરનો લગ્નમંડપ, ગાયના છાણના ઉપયોગનો અદભૂત પ્રયોગ કરતી નિશા મેપાણી

Kutch News : દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાય આધારિત ખેતીના પ્રેક્ટીકલ મોડેલ સાથે ગોબરમાંથી લીંપણ કરીને દર્શનનું આયોજન

ABOUT THE AUTHOR

...view details