ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : વન વિભાગના અધિકારીએ પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને કરી ફરીયાદ

સુરત જિલ્લાના વન વિભાગમાં ફરજ બજાવતી મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ તેની પાસે જબરજસ્તી ઓરલ સેક્સ કરાવતો હોવાનો પત્નીએ આરોપ લગાવ્યો છે. પોલીસે શારીરિક માનસિક ત્રાસ ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

Surat Crime : વન વિભાગના અધિકારીએ પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને કરી ફરીયાદ
Surat Crime : વન વિભાગના અધિકારીએ પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને કરી ફરીયાદ

By

Published : Apr 15, 2023, 12:43 PM IST

બારડોલી : સુરત જિલ્લાના વન વિભાગમાં ફરજ બજાવતી મહિલાને તેનો પતિ ઓરલ સેક્સ કરવા માટે મજબૂર કરતો હોવાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ મથકમાં નોંધાય છે. પતિ ઓરલ સેક્સ ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. મહિલાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ પતિ સામે તેમજ શારીરિક માનસિક ત્રાસ આપવા બદલ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો :મૂળ ગાંધીનગર જિલ્લાની વતની અને હાલમાં બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી 34 વર્ષીય મહિલા હાલ સુરત વન વિભાગમાં એક અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેણી દસ વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતની એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી, ત્યારે સમાજના જ એક યુવક સાથે તેનો પરિચય થતાં પરિવારના સભ્યોની મંજૂરીથી 2015માં લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન પિયરમાંથી તેણીને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ આપવામાં આવી હતી. લગ્ન બાદ હાલ તેમને 6 વર્ષની એક દીકરી છે.

લગ્નના થોડા સમયમાં જ મારપીટ શરૂ :લગ્ન બાદ તેઓ અંબાજી ફરવા ગયા હતા, ત્યાં પતિએ મહિલા સાથે મારઝૂડ કરી હતી. પરંતુ પતિ સુધરી જશે તેવી આશાએ તેણી તેની સાથે રહેતી આવી હતી. જોકે તેમ છતાં ઘર કંકાસ ચાલુ જ રહ્યો હતો. સાસુ સસરા પણ તેણીને પિયરથી કઈ લાવી નથી, અમારા ઘરનું બધું વેચીને અમને ભિખારી બનાવવા માગે છે. તેમ જણાવી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આ દરમિયાન મહિલાની નોકરી વન વિભાગમાં લાગી હતી અને તેણી સુરત જિલ્લામાં અધિકારી તરીકે પોસ્ટિંગ થયું હતું. જોકે, તેમ છતાં પતિ કે સાસરિયાઓમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.

મહિલા અધિકારી એકલા :મહિલા દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તેનો પતિ તેની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ઓરલ સેક્સ કરતો હતો. આ દરમિયાન મહિલા અધિકારીને મારઝૂડ કરવામાં આવતા તેણી બારડોલી નજીકના એક ગામમાં એકલી રહેવા આવી ગઈ હતી. 12મી એપ્રિલના રોજ મહિલા પોતાના ઘરે એકલી હાજર હતી, ત્યારે પતિએ બળજબરી પૂર્વક ઘરનો દરવાજો ખોલી નાખી ઘરમાં પ્રવેશ કયો હતો. અપશબ્દો બોલી તેણીને માર મારી કપડાં ફાડી નાખ્યા હતા. પડોશીઓ ભેગા થઈ જતાં તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. મહિલાએ આ અંગે પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે શારીરિક માનસિક ત્રાસ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :બારડોલીના ગાયનેકોલોજિસ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા, પત્નીએ નોંધાવી ફરિયાદ

નજીવી બાબતે મુક્કા મારતો :મહિલા અધિકારીને તેનો પતિ એટલી હદે હેરાન કરતો હતો કે, એક દિવસ સુરત ફરવા માટે ગયા ત્યાં દુપટ્ટો નહીં લેવા જેવી નજીવી બાબતે તેણી સાથે મારઝૂડ કરી હતી. ઝઘડા દરમિયાન ડાબી આંખ પર ત્રણ મુક્કા મારી દીધા હતા. જેને કારણે આંખમાં ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. સારવાર દરમિયાન ડોક્ટરે આંખ કાયમ માટે ખોડખાંપણ વાળી થઈ ગઈ હોવાનું જણાવ્યુ હતું.

આ પણ વાંચો :Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો

કારમાં કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય :પતિ વિકૃત હોવાનો આરોપ મહિલા અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વારંવાર તેણીને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. એટલું જ નહિ તેણી સાથે જબરજસ્તી ઓરલ સેક્સ કરાવતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ઘરમાં તો ઠીક એક દિવસ તો સુરતથી વતન જવા કારમાં જઈ રહ્યા હતા, ત્યારે કામરેજ ટોલનાકા પાસે કાર ઊભી રાખી કારમાં જ તેણી સાથે બળજબરી પૂર્વક ઓરલ સેક્સ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. અને તપાસકર્તા અધિકારી એમ.જે.રાઠોડે જણાવ્યું હતું કે, મહિલાના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેમને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details