ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં લુમ્સ ખાતામાં કામ કરતા 5000 જેટલા કારીગરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર - લુમ્સ ખાતામાં કામ કરતા 5000 કર્મચારીઓએ લખ્યો મોદીને પત્ર

સુરત: કેન્દ્ર સરકાર 3 નવેમ્બરથી 10 એશિયાઈ દેશો અને 6 યુરોપીયન દેશો વચ્ચે ડ્યૂટી ફ્રી વેપાર કરાર કરવા જઈ રહી છે. આ કરારને લઈ સુરત ટેક્સટાઈલ માર્કેટ ચિંતાતુર બન્યો છે. સુરત ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાંતો માની રહ્યા છે કે નોટબંધી અને જીએસટી પછી આ કરાર ટેક્સટાઇલ ઉદ્યોગની કમર તોડી નાખશે આજ કારણ છે કે સુરતના લુમ્સ ખાતામાં કામ કરતા 5000 જેટલા કારીગરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ કરાર ન કરવા વિનંતી કરી છે.

લુમ્સ ખાતામાં કામ કરતા 5000 જેટલા કારીગરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

By

Published : Oct 19, 2019, 12:53 PM IST

કેન્દ્ર સરકાર કરાર કરવા જઈ રહી છે. આ કરારને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ જ કારણ છે કે આ કરારમાં ટેક્સટાઇલ ઉદ્યોગને સામેલ ન કરવામાં આવે તે હેતુથી સુરતના લિંબાયત વિસ્તારમાં એકઠા થયેલા આશરે 5000 જેટલા લુમ્સના કારખાનામાં કામ કરતા કારીગરોએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા છે. આ પોસ્ટ કાર્ડ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવામાં આવી છે કે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને આ કરારમાં સામેલ કરવામાં નહી આવે. છેલ્લા કેટલાક વર્ષથી નોટ બંદી અને જીએસટી પછી ટેક્સટાઇલ ઉદ્યોગની હાલત કફોડી બની છે અને આવા નવા કરારના લીધે ચાઇના સહિત અન્ય દેશો એન્ટિ ડમ્પીંગ કરી સસ્તો માલ દેશમાં મોકલશે, જેના કારણે સુરતનું કાપડ કોઈ ખરીદશે નહી જેની દહેશત હાલ સુરત ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.

લુમ્સ ખાતામાં કામ કરતા 5000 જેટલા કારીગરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

આજ કારણ છે કે વિવર્સને ત્યાં કામ કરતા કારીગરોએ વડાપ્રધાનને આ કરાર ન કરવા અપીલ કરી છે જેથી લાખો લોકોની રોજગારી છીનવાઈ જાય નહી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details