ગુજરાત

gujarat

ETV Bharat / state

તક્ષશિલા અગ્નિકાંડ મામલો: 11ની ધરપકડ, 3 ભાગેડૂ જાહેર - CBI

સુરત: શહેરના સરથાણામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં થયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડોમ આગના કારણે સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી હતી. દેશભરને હચમચાવી નાખનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નિપજ્યા હતા. આ બાળકોના મોત પાછળ પણ માત્ર તંત્ર જવાબદાર છે. પરતું આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં સુરતની આ બદકિસ્મતી જ કહી શકાય કે આ બાળકોના માતા -પિતા હજૂ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે 14 આરોપીઓ વિરુદ્ધ 4271 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. 11ની ધરપકડ કરવામાં આવી છે. અને ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ફાઇલ ફોટો

By

Published : Jul 22, 2019, 11:31 AM IST

Updated : Jul 22, 2019, 7:26 PM IST

મળતી માહીતી મુજબ તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપીઓ વિરુદ્ધ 4271 પાનાની ચાર્જશીટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં 165 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ આરોપીઓ હિમાંશુ, અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. 24મી મેના રોજ દેશને હચમચાવી દેનારા તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે 22 માસૂમ મૃતકોના પરિવારની માંગણી છે કે, હાલ માત્ર નાના અધિકારીઓ પર જ ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

Last Updated : Jul 22, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details