દેશભરને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનાથી પણ વધુ સમય થયો છે. આ મામલે અનેક અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. પંરતુ હજુ પણ ન્યાય માટે ઘટનામાં મૃત્યુ પામનાર માસુમોના વાલીઓ ઠોસ કાર્યવાહી અને તપાસ માટે પાલિકા અને પોલીસ કમિશ્નર કચેરી ધક્કા ખાઈ રહ્યા છે. વાંરવાર આવેદન પત્ર આપી ઉચ્ચ અધિકારીઓ સામે પગલા ભરવા માંગ કરી રહ્યા છે.
સુરત અગ્નિકાંડ: એક મહિનો થવા છતાં હજૂ પણ જવાબદાર સામે પગલા લેવાયા નથી ! ઉગ્ર આંદોલનની ચિમકી - surat
સુરત : શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે આજે વાલીઓ ફરીથી સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી થાય જેની રજૂઆત વાંરવાર વાલીઓ કરી રહ્યા છે. વાલીઓ હાલમાં એક RTIમાં મળેલી માહિતી અનુસાર મનપાના ડેપ્યુટી ઈજનેર અતુલ ગોરસાવાળા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. જો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહી કરાઈ તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ વાલીઓએ આપી છે.
વાલીઓ દ્વારા કરવામાં આવેલ RTIમાં ખુલાસો થયો છે કે, મનપાના ડે.જુનિયર ઈજનેર અતુલ ગોરસાવાળા દ્વારા તકશીલા આર્કેટની ઇમપેક્ટ ફી મંજુર કરવામાં આવી હતી. વાલીઓએ માંગણી કરી હતી કે, ઉચ્ચ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરી વિકાસના વડા કેતન પટેલ ઉપર પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
DGVC અને મનપાના ઉચ્ચ અધિકારી સામે પગલાં ભરવા માટે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યુ હતુ. સાથે ચીમકી ઉચ્ચારી છે. કે જો કોઈ પગલા ભરવામાં નહી આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.