- તહેવારો બાદ કોરોના સંક્રમણમાં વધારો
- રાજ્યમાં સરેરાશ 88 કેસનો વધારો થયો
- કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ
સુરત : શહેરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં ફાયરના ઓફિસર્સ દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી લોકોને તકેદારી રાખવા તેમજ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ રાજ્યમાં સરેરાશ 88 કેસનો વધારો થયો છે.
લાઉડ સ્પીકર દ્વારા લોકોને અપીલ
દિવાળીના તહેવારમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા, જે કારણે ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકા તેમજ ફાયરના અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા છે. જેમાં સુરત ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપાલનની અપીલ કરવામાં આવી રહી છે