ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વોરિયર્સ તરીકે સુરત ફાયર વિભાગ પણ અગ્રેસર રહ્યું - કોરોના વાઇરસના સમાચાર

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે ત્યારે હાલ કોરોનાના કારણે દેશમાં જાહેર કરાયેલા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. સુરત શહેરમાં ઘણા કોરોના વોરિયર્સ છે, તેમાં સુરત ફાયર વિભાગ પણ અગ્રેસર રહ્યું છે.

કોરોના વોરિયર્સ તરીકે સુરત ફાયર વિભાગ પણ અગ્રેસર રહ્યું
કોરોના વોરિયર્સ તરીકે સુરત ફાયર વિભાગ પણ અગ્રેસર રહ્યું

By

Published : Mar 30, 2021, 8:12 PM IST

  • ફાયર વિભાગની નોંધપાત્ર કામગીરી
  • ફાયર વિભાગે વિસ્તારો, સોસાયટી અને ઘરોને સેનિટાઈઝ કર્યા
  • સુરત ફાયરના જવાનો લોકોને મદદરૂપ થયા
  • 2 ફાયરના જવાનોને કોરોના થયો હતો

સુરતઃ કોરોના વાઇરસને કારણે દેશમાં જાહેર કરાયેલા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. કોરોના વોરિયર્સ તરીકે સુરત ફાયર વિભાગ પણ અગ્રેસર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન શહેરના જે વિસ્તારો, સોસાયટી અને ઘરોમાં કોરોના વાઇરસના કેસ નોંધાતા હતા તે વિસ્તારો, સોસાયટી અને ઘરોને સેનિટાઇઝ કરવાની કામગીરી ફાયર વિભાગને સોંપવામાં આવી હતી. તેમાં સુરતના વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર પ્રકાશભાઈ પટેલ અને તેમની ટીમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

ફાયર વિભાગની નોંધપાત્ર કામગીરી

આ પણ વાંચોઃ સુરતમાં માસ્ક ન પહેરનારાઓ પાસે દંડ નહિં વસૂલાઈ, ફક્ત માસ્ક અંગે જાગૃત કરાશે

અમારી ટોમે સોસાયટી, ઘરો અને વિસ્તારોને સેનિટાઈઝ કર્યાઃ પ્રકાશભાઈ પટેલ

પ્રકાશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં જનતા કર્ફ્યુ લાગ્યું ત્યાર બાદ લોકડાઉન લાદ્દવામાં આવ્યું હતું. ત્યારબાદ જેમ જેમ લોકડાઉનનો સમય વધતો જતો હતો તેમ શહેરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાતો હતો. જે વિસ્તારોમાં કોરોના કેસમાં આવતા તે વિસ્તાર, સોસાયટી અને ઘરોને તેમની ટીમ દ્વારા સેનિટાઇઝ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ઘરે આવતા ત્યારે તેમની ઘરની નીચેથી જ ફોન કરી દરવાજો ખુલ્લું રાખવા જણાવતા હતા. ઘરમાં જઈને તેમની સાથે જે પણ વસ્તુઓ હતી વાયરલેસ ફોન, પાકીટ વગેરેને ઘરના ખૂણામાં મૂકીને તેમને પણ સેનિટાઇઝ કરતા હતા. જયારે ફેમેલી દ્વારા જણાવવામાં આવતુ હતું કે અમને તમારાથી દર લાગી રહ્યો છે પણ સમય એવો હતો કે આ કામ કરવું જરૂરી હતું.

આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 577 કોરોના પોઝિટિવ કેસ, 2 દર્દીનાં મોત

કોરોના દર્દીને તેડવા-મૂકવા પણ જતાં હતા

પ્રકાશભાઈ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ હતું કે, અમુક વાર એવું પણ બનતું કે તેમને મેડિકલની ટીમ સાથે જ કોરોના દર્દીના ઘરે જવુ પડતું હતું કારણકે જે ઘરમાં કેસ આવે તે ઘરને સંપૂણ સેનિટાઇઝ કરવામાં આવતું હતું અને સાથે જો કોઈ કોરોના દર્દી ઠીક સ્વસ્થ થતાં તેમની અને મેડિકલ ટીમ જોડે જવું પડતું હતું. પણ હા એ સમય દરમિયાન તેમને ઈશ્વરની કૃપાથી આજદિન સુધી કંઈજ થયું નથી અને તેમના ફેમિલીને પણ કંઈ થયું નથી. તેમની ટીમના 2થી 3 ફાયરના જવાનોને કોરોના થયો હતો પણ તેઓ સ્વસ્થ છે.

ABOUT THE AUTHOR

...view details